હરસ-મસા / Hemorrhoids (Haras-Masa) ની સારવાર

 • તલ વાટી માખણમાં ખાવાથી હરસ-મસા મટે છે.
 • સુંઠનું ચુર્ણ છાસમાં નાંખીને પીવાથી હરસ-મસા મટે છે.
 • સવારે નરણે કોઠે એક મુઠી જેટલા કળા તલ થોડી સાકર સાથે ખુબ ચાવીને ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે.
 • સુકા હરસ થયા હોય તો છાસમાં ગોળ નાંખીને અને લોહીપડતા મસા હોય તો છાસમાં ઈન્દ્રજવ નાંખીને પીવાથી હરસ-મસા મટે છે.
 • કેરીની ગોટલીનું ચુર્ણ મધ સાથે લેવાથી હરસ-મસા મટે છે.
 • મીઠા લીમડાના પાનને પાણી સાથે પીસી ગાળી પીવાથી હરસ-મસા મટે છે.
 • ઘીમાં સુરણ તળીને ખાવાથી હરસ-મસા મટે છે.
 • કળથીના લોટની પાતળી રાબ પીવાથી હરસ-મસા મટે છે.
 • ધાણાને રાત્રે પલાળી રાખી, સવારે ખુબ મસળીને પાણી પીવાથી અથવા કોથમીરનો રસ પીવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે.
 • એક ચમચી કારેલાના રસમાં સાકર મેળવીને પીવાથી હરસ-મસા મટે છે.
 • ધાણા અને સાકરનો ઉકાળો પીવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે.
 • ગરમા ગરમ શેકેલા ચણા ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે.
 • કાંદાના નાના નાના ટુકડા કરી તડકામાં સુકવી, તેમાંથી એક રૂપીયાભાર જેટલા ઘીમાં તળી તેમાં થોડા કાળા તલ અને સાકરનું ચુર્ણ નાંખી સવારે ખાવાથી મસા મટે છે.
 • કોથમીરને વાટી ગરમ કરી પોટલી બાંધી શેક કરવાથી મસાની પીડા મટે છે.
 • જીરાને વાટી તેની લુગડી કરીને બાંધવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે અને બહાર નીકળેલા અને ખુબ દુઃખતા મસા અંદર જાય છે.
 • ચોખ્ખી હળદરનું વસ્ત્રાગળ ચુર્ણ કરી પાણી સાથે રાત્રે સુતી વખતે લેવાથી મસા મટે છે.
 • મસુળની દાળ, રોટલી અને છાસ રોજ ખાવા તેમજ દાળમાં ઘી અથવા માખણ નાંખી ખાવાથી તેમજ મરચું અને ગરમાગરમ મસાલા વગરનું ખાવાથી દુઝતા મસા મટે છે.
 • કોકમના ફુલનું ચુર્ણ દહીંની મલાઈ સાથે મેળવી જરાક ગરમ કરી દિવસમાં ત્રણવાર ખાવાથી હરસમાં પડતું લોહી બંધ થાય છે.
 • જીરાને શેકીને તેમાં સરખે ભાગે કાળા મરી તથા સિંધવ મેળવીને ચુર્ણ બનાવી જમ્યા પછી છાસ સાથે લેવાથી હરસ-મસા મટે છે.
 • સુંઠ, જીરૂ અને સિંધવનું ચુર્ણ દહીંના મઠામાં મેળવી જમ્યા પછી લેવાથી હરસ-મસા મટે છે.
 • જુવારની કાંજી રોજ સવારે પીવાથી હરસ-મસા મટે છે.
 • ગરમ દૂધ સાથે ૧-૨ ચમચી દિવેલ પીવાથી હરસની પીડા મટે છે અને ગુદા પર થતા ચીરા પણ મટે છે.
 • કોકમની ચટણી દહીંની મલાઈ સાથે ખાવાથી દુઝતા હરસ મટે છે.
 • હળદરનો ગાંઠિયો તુવેરની દાળમાં બાફી, છાંયડે સુકવી ગાયના ઘીમાં પીસી હરસ-મસા પર લેપ લગાડવાથી હરસ-મસા નરમ પડી તરતજ ચસકા બંધ થાય છે.
View : 52645

Comments

 • Visitor's Name
 • Email ID
 • Mobile No
 • Comment

Though of the day

 • જે તદ્દન નિ:શ્વાર્થ ભાવે સેવા કરે છે તેને અનાયાસે અપાર સુખ મળે છે