અક્કલ…..

  • ચોર

    એક બાળક દોડતો દોડતો પોલીસ સ્ટેશન આવ્યો અને બોલ્યો - ઈંસ્પેકટર સાહેબ જલ્દી ચાલો, એક ચોર એક કલાકથી મારા પિતાજીને મારી રહ્યો છે.
    પોલીસ - ચોર એક કલાકથી મારી રહ્યો હતો ત્યારે તુ શુ એક કલાકથી તમાશો જોઈ રહ્યો હતો ?
    બાળક - નહી આ પહેલા પિતાજી ચોરને મારી રહ્યા હતા.

દાહ-બળતરા / Pain-Burn (Dah-Baltara) ની સારવાર

  • મમરા અને ખડી સાકરનો ઉકાળો પીવાથી બળતરા મટે છે.
  • દ્રાક્ષ અને ખડી સાકર ભેગી કરી સવારે ખાવાથી બળતરા મટે છે.
  • ધાણા અને સાકર પાણીમાં લેવાથી બળતરા મટે છે.
  • ધાણા અને જીરૂ એક એક ચમચી લઈ અધકચરૂં ખાંડી રાત્રે પાણીમાં પલાળી સવારે મસળી ગાળી તેમાં સાકર નાખી પીવાથી પેટની તથા હાથપગની બળતરા મટે છે.
  • ધાણા જીરૂનું ચુર્ણ ખાંડ સાથે લેવાથી એસીડીટીને લીધે જમ્યા બાદ છાતીમાં થતી બળતરા મટે છે.
  • તાજણીયાનો રસ સાકર નાંખી પીવાથી હાથપગની બળતરા મટે છે.
  • એલચીને આમળાના ચુર્ણ સાથે લેવાથી શરીરની બળતરા, પગના તળીયાની બળતરા મટે છે.
  • કોકમનું ઘી ગરમ કરીને ચોપડવાથી હાથ પગના તળીયાની બળતરા મટે છે.
  • એક ગ્લાસ પાણીમાં એક લીંબુનો રસ નાંખી તેમાં થોડી સાકર મેળવી પીવાથી પીત્તનો દાહ મટે છે.
  • સવારના પહોરમાં બે તોલા મધ ઠંડા પાણીમાં પીવાથી દાહ, બળતરા ખંજવાળ મટે છે.
View : 4093

Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • જે તદ્દન નિ:શ્વાર્થ ભાવે સેવા કરે છે તેને અનાયાસે અપાર સુખ મળે છે