અક્કલ…..

  • બબિતાનો ભાયડો !

    બબિતાને લઇને જેઠાલાલના દિમાગમાં એક જ કાંટો હતો- ઐયર. જ્યારે પણ જેઠાલાલ બબિતા સાથે વાત કરવાનો મેડ પાડવાની કોશિષ કરે, ઐયર ગમે ત્યાંથી ટપકી પડતો, અને જેઠાલાલના પ્લાન પર પાણી ફરી જતુ. તેથી ઐયરનો બદલો લેવાનું જેઠાલાલે નક્કી કર્યુ. મગજમાં, ''ક્યા કરું....ક્યા કરુ...'' વિચારતા વિચારતા, જેઠાલાલના દિમાગમાં એક આઇડિયા આવ્યો.

    એક દિવસ બબિતા અને ઐયર સોસાયટી કમ્પાઉન્ડમાં જેઠાલાલને મળી જાય છે, તો જેઠાલાલ બબિતાને કહે છે,

    ''બબિતાજી, મારે ઐયર ભાઇને 1000 રૂપિયા આપવા છે, પણ એક નાની શરત છે. હું 1000 રૂપિયા નીચે પાડીશ, અને ઐયરભાઇ તે ઉપાડે ત્યાં સુધી હું માત્ર પાછળ ટાપલી મારીશ..ઐયરભાઇને કહો, 'ભાયડા' હોય તો આવે મેદાનમાં..''

    ઐયરને લાગ્યુ આમાં જરુર જેઠાલાલની કોઇ ચાલ છે. પણ છતાય મર્દાનગીનો સવાલ હતો તેથી ઐયર વિચારમાં પડી ગયો. બબિતાએ ઐયરને કાનમાં કહ્યુ,

    ''અરે નીચેથી 1000 રૂપિયાની નોટ ઉપાડતા કેટલી વાર લાગે! હજુ જેઠાલાલ ટાપલી મારે તે પહેલાજ તમે ઉપાડી લેશો. પછી તો રૂપિયા તમારાજ છે ને. એ પણ મફતમાં. આવી નાની બાબતમાં જો તમારી મર્દાનગી લાજે તો હું કેમ જીવી શકુ. તમે હા પાડી દો. કંઇ નહી થાય.એ ટાપલી મારે તે પહેલા તો રૂપિયા તમારા હાથમાં હશે!''

    બબિતાની ઇમોશનલ અને પ્રેરણાદાયક વાણી સાંભળીને ઐયરે પણ ચેલેન્જ સ્વીકારી લીધી. જેઠાલાલ ઐયરને ઉપર ઘરે લઇ ગયો અને તેના રૂમમાં ચાલ્યા ગયા..

    અડધો કલાક રહીને ઐયર ઘરે પાછળ હાથ ઘસતો ઘસતો દુ:ખી ચહેરા સાથે આવ્યો. તે પરસેવે રેબઝેબ અને દર્દથી કણસતો હતો, અને જેઠાલાલને ગાળો ભાંડતો હતો. ''મૈ જેટાલાલકો ચોળુંગા નહી..'' કરતો બબડતો હતો..

    આશ્વર્યચકિત થઇને બબિતાએ પૂછ્યુ

    ''ઐયર આ શું થયુ ??''

    ઐયરે કહ્યુ,

    ''અરે બબિતા, જેઠાલાલે ચીટીંગ કરી છે. તે સાલાએ તો 1000ના છુટ્ટા નીચે ફેંક્યા. હું વીણતો રહ્યો, અને તે મને પાછળ તડાકા મારતો જ રહ્યો..હાય રે..બહુ દુખે છે.. ''

ગળું / Gorge (Galu) ની સારવાર

  • ગળું આવી ગયું હોય તો સરકાના કોગળા કરવાથી મટે છે.
  • પાન ખાવાથી મોઢું આવી ગયું હોય તો મોઢામાં લવીંગ રાખવાથી મટે છે.
  • મધ સાથે પાણી મેળવી કોગળા કરવાથી મોંની ચાંદી અને ગળાની બળતરા મટે છે.
  • ટંકણખારને પાણીમાં ઓગાળીને કોગળા કરવાથી મોંની ચાંદી તથા જીભની ચાંદી મટે છે.
  • બાવળની છાલ ઉકાળીને કોગળા કરવાથી મોંની ચાંદી મટે છે.
  • ગળું બેસી ગયું હોય તો મીઠાના ગરમ પાણીથી કોગળા કરવાથી મટે છે.
  • ગરમ કરેલા દૂધમાં થોડી હળદર નાંખી પીવાથી ગળું બેસી ગયું હોય તો તે મટે છે.
  • ગરમ પાણીમાં હીંગ નાંખી પીવાથી ગળું બેસી ગયું હોય તો તે મટે છે.
  • પાકું દાડમ ખાવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલશે.
  • રાત્રે શેકેલા ચણા ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલશે.
  • બોરડીની છાલનો કકડો ચુસવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલશે.
  • દ્રાક્ષને સારી પેઠે લસોટી ઘી, મધ મેળવી ચાટણ બનાવી જીભ ઉપર ચોપડવાથી જીભ ઉપર કાતરા પડી ગયા હોય તો મટશે.
  • લવીંગને જરા શેકી મોંમાં રાખી ચુસવાથી ગળાનો સોજો મટે છે.
  • ભોજન કર્યા પછી મરીનું ચૂર્ણ ઘી સાથે ચાટવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલશે.
  • સાકરની ગાંગડી મોં માં રાખી ચુસવાથી અવાજ બેસી ગયો હોય તો ખુલશે.
  • લસણને ખુબ લસોટી મલમ જેવું કરી કપડા પર લગાડી, પટ્ટી બનાવી કંઠમાળ જેવી ગળાની ગાંઠ પર લગાડવાથી ગળાની ગાંઠ મટે છે.
  • કંઠમાળ પર જવના લોટમાં લીલી કોથમીરનો રસ મેળવીને રોજ લગાડવાથી કંઠમાળ મટે છે.
  • કાંદાનું કચુંબર જીરૂ અને સિંધવ નાંખી ખાવાથી ગળું સાફ રહે છે. કફની ખરેટી બાઝતી નથી.
  • તાજી મોળી છાશ પીવાથી મોંના ચાંદા મટે છે.
  • તુલસીના પાન ચાવવાથી તથા તુલસીના પાનના ઉકાળાથી કોગળા કરવાથી મોંની દુર્ગંધ મટે છે. 
View : 5217

Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • જે તદ્દન નિ:શ્વાર્થ ભાવે સેવા કરે છે તેને અનાયાસે અપાર સુખ મળે છે