અક્કલ…..

  • સેંટ મેસેજ

    પહેલો સરદાર : યાર આ સેંટ મેસેજ મતલબ શુ હોય છે.. ?
    બીજો સરદાર : સાલા ગોંચુ, બેવકૂફ... અક્કલના ઓથમીર તે જ સરદારોનું નામ ખરાબ કરી મુક્યુ છે.. એટલુ પણ નથી જાણતો કે સેંટ મેસેજ એટલે સુગંધવાળો મેસેજ.

ગુમડા / Tumors (Gumda) નો ઈલાજ

  • ગુમડા ઉપર માખણ લગાડી રૂનો પાટો બાંધી રાખવાથી ગુમડુ ફુટી જશે.
  • બાફેલા કાંદામાં મીઠું નાખી પોટીસ બનાવી ગુમડા પર બાંધવાથી ગુમડુ ફૂટી જશે.
  • ઘઉંના લોટમાં હળદર અને મીઠું નાખી પોટીસ બનાવી ગુમડા પર બાંધવાથી ગુમડુ પાકીને ફૂટી જશે.
  • સરગવાની છાલ ઘસીને ચોપડવાથી ગુમડુ બેસી જશે.
  • કાંદાની કાતરીને ઘી અથવા તેલમાં શેકી તેમાં હળદર મેળવી પોટીસ કરી બાંધવાથી ગુમડુ પાકી જશે.
  • પાલખ અથવા તાંદલજાના પાનની પોટીસ બનાવી ગુમડા પર બાંધવાથી ગુમડુ પાકી જશે.
  • બોરડીના પાન વાટી, ગરમ કરી, પોટીસ બનાવી ગુમડા પર બાંધવાથી ગુમડુ પાકીને ફૂટી જશે.
  • લસણ અને મરી વાટી લેપ કરવાથી ગાંઠ, ગુમડા પાકીને ફુટી જશે.
  • ગાજરને બાફી તેની પોટીસ કરીને બાંધવાથી ગુમડા સારા થઇ જશે.
  • હળદરની રાખ અને ચૂનો ભેગો કરી લેપ કરવાથી ગુમડુ ફુટી જશે. 
View : 13888

Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • જે તદ્દન નિ:શ્વાર્થ ભાવે સેવા કરે છે તેને અનાયાસે અપાર સુખ મળે છે