અક્કલ…..

  • ચોર

    એક બાળક દોડતો દોડતો પોલીસ સ્ટેશન આવ્યો અને બોલ્યો - ઈંસ્પેકટર સાહેબ જલ્દી ચાલો, એક ચોર એક કલાકથી મારા પિતાજીને મારી રહ્યો છે.
    પોલીસ - ચોર એક કલાકથી મારી રહ્યો હતો ત્યારે તુ શુ એક કલાકથી તમાશો જોઈ રહ્યો હતો ?
    બાળક - નહી આ પહેલા પિતાજી ચોરને મારી રહ્યા હતા.

હેડકી / Hiccup (Hedki) નો ઉપચાર

  • કાંદાના રસના ટીપાં નાકમાં નાંખવાથી હેડકી બંધ થાય છે.
  • થોડી હળદર પાણી સાથે ફાકી જવાથી હેડકી બંધ થાય છે.
  • દૂધમાં સુંઠ ઉકાળીને તેના ટીપાં નાકમાં નાંખવાથી હેડકી બંધ થાય છે.
  • ગાજરના રસના ટીપાં નાકમાં નાંખવાથી હેડકી બંધ થાય છે.
  • મૂળાનો રસ પીવાથી હેડકી બંધ થાય છે.
  • સરગવાના પાનનો રસ પીવાથી હેડકી બંધ થાય છે.
  • જાયફળને ચોખાના ધોવાણમાં ઘસીને પીવાથી હેડકી બંધ થાય છે.
  • સુંઠ અને ગોળને ગરમ પાણીમાં નાંખવાથી હેડકી બંધ થાય છે.
  • ગોળના પાણીમાં સૂંઠ ઘસી થોડે થોડે વારે સુંઘવાથી હેડકી બંધ થાય છે.
  • શેરડીનો રસ પીવાથી હેડકી બંધ થાય છે.
  • અડદ અને હીંગનું ચુર્ણ દેવતા પર નાંખી તેનો ધુમાડો મોંમા લેવાથી હેડકી બંધ થાય છે.
  • નાળીયેરના છોડાને બાળી તેની રાખ મધમાં ચાટવાથી હેડકી બંધ થાય છે.
  • ગાયનું દૂધ ઉકાળીને પીવાથી હેડકી બંધ થાય છે.
  • ગાજર પીસીને સુંઘવાથી હેડકી બંધ થાય છે.
  • તુલસીનો રસ ૧૦ ગ્રામ અને મધ પાંચ ગ્રામ ભેગું કરી પીવાથી હેડકી બંધ થાય છે.
  • જીરૂ ખાવાથી હેડકી બંધ થાય છે.
  • આંબાના પાંદડાને બાળી તેનો ધુમાડો લેવાથી હેડકી બંધ થાય છે.
View : 11059

Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • જે તદ્દન નિ:શ્વાર્થ ભાવે સેવા કરે છે તેને અનાયાસે અપાર સુખ મળે છે