પરેજી / Abstinence (Pareji)

      કોઈપણ રોગીએ એટલું સમજવાનું છે કે પોતાના રોગનું કારણ અયોગ્ય ખાનપાન અને રહેણીકરણી છે. સૌપ્રથમ કેફી પદાર્થો, તમાકૂ સેવન અને ધુમ્રપાન સદંતર બંધ કરવા જરૂરી છે. ત્યારબાદ બંધ ડબાનો તૈયાર ખોરાક, મેંદાની બનાવટો (જેવી કે બ્રેડ, બિસ્કીટ, કેક વિગેરે) તીખાં તમતમતાં અથાણા અને ફરસાણને વ્યર્જય ગણવા.
      શાકભાજીનાં સલાડ અને ફળોનું પ્રમાણ ખૂબ વધારવું રાંધેલુ અનાજ ઓછું ખાવું. તમારો આહાર, વિહાર અને મનો વ્યાપાર જેટલો શુદ્ધ અને સાત્વિક રાખશો એટલો તમારો રોગ ઝડપથી સારો થશે. રોગ મટયા પછી પણ ખાનપાનમાં કાળજી અને પરેજી પાળવાની છે. નહીંતર ફરી એની એ તકલીફ ઊભી થવા સંભવ છે.
 

View : 4460

Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • જે તદ્દન નિ:શ્વાર્થ ભાવે સેવા કરે છે તેને અનાયાસે અપાર સુખ મળે છે