આંખની પીડા / Eye Pain (Ankhni Pida)નો ઉપાય

 • ત્રિફલા ચુર્ણ ૧૦૦ ગ્રામ તથા વરીયાળી ૧૦૦ ગ્રામ મેળવી, સવાર-સાંજ ૧ ચમચી પાણી અથવા ઘી સાથે લેવાથી આંખોની દ્રષ્ટિ વધે છે.
 • ક્યારેક આંખમાં દૂધ, કચરો, ચુનો કે આકડાનું દૂધ, પડે તેથી થતી બળતરામાં આંખમાં દિવેલ આંજવાથી આરામ થાય છે.
 • આંખમાં ચુનો કે એસીડ પડ્યો હોય તો આંખની અંદર અને બહારથી ઘી ઘસવાથી શાંતિ થાય છે.
 • આંખ લાલ રહેતી હોય તો આંખમાં ઘી આંજવાથી રતાશ દૂર થાય છે.
 • હળદરના ૨-૪ ગાંઠીયા તુવેરની દાળ સાથે બાફી, તે હળદર છાયડે સુકવી દિવસમાં બે-વાર સુર્યાસ્ત પહેલા પાણી સાથે ઘસીને આંખમાં આંજવાથી આંખનું ઝામર, ધોળા રંગનું ફુલુ, રતાશ રહેતી આંખ, આંખની ઝાંખપ વગેરે દર્દો મટે છે.
 • રોજ તાજુ માખણ ખાવાથી આંખનું તેજ વધે છે. આંખોની રતાશ અને બળતરા મટે છે.
 • આંખની બળતરામાં આંખની અંદર અને બહાર માખણ લગાડવાથી બળતરા મટે છે.
 • ધાણા, વરીયાળી અને સાકર સરખે, ભાગે લઈ તેનું ચુર્ણ બનાવી રોજ જમ્યા પછી પાણી સાથે લેવાથી આંખની બળતરા, આંખમાંથી પાણી પડવું, લાલ આંખ રહેવી, આંખે અંધારા આવવા જેવા દર્દો મટે છે.
 • હિંગને મધમાં મેળવી, રૂની દિવેટ બનાવી તેને સળગાવી, કાજળ પાડી એ કાજળ આંખમાં આંજવાથી નેત્રસ્ત્રાવ બંધ થઈ આંખોનું તેજ વધે છે.
 • ધોળા મરીને દહીંમાં અથવા મધમાં ઘસીને સવાર-સાંજ આંજવાથી રતાંધળાપણું મટે છે.
 • મરીને પાણીમાં ઘસીને આંજણી ઉપર લેપ કરવાથી આંજણી જલ્દી પાકીને ફુટી જાય છે.
 • બકરીના દૂધમાં લવીંગ ઘસીને આંખોમાં આંજવાથી રતાંધળાપણું મટે છે.
 • સાકર અને ઘી સાથે જીરાનું ચુર્ણ ચાટવાથી રતાંધળાપણું મટે છે.
 • કાંદાના રસમાં થોડું મીઠું મેળવી તેનાં ટીપાં આંખમાં નાંખવાથી રતાંધળાપણું મટે છે.
 • પાકા ટમેટાનો રસ સવાર-સાંજ પીવાથી રતાંધળાપણામાં ખુબ ફાયદો થાય છે.
 • આંખમાં ચીપડા બાઝતા હોય તો કાંદાના રસમાં ખડી સાકર ઘસીને રાત્રે ૨-૨ ટીપાં આંખમાં નાંખવાથી આરામ થાય છે.
 • સરગવાના પાનના રસમાં મધ મેળવી આંખમાં આંજવાથી આંખના દરેક પ્રકારના રોગો મટે છે અને આંખનું તેજ વધે છે.
 • આંખમાં ઠંડા પાણીની છાલક દરરોજ સવાર-સાંજ મારવાથી આંખોની ગરમી દૂર થાય છે અને આંખોનું તેજ વધે છે.
 • કોથમરીનો રસ કાઢી, ચોખ્ખા કપડાથી ગાળી, તેના બબ્બે ટીપાં આંખમાં નાંખવાથી દુઃખતી આંખો સારી થાય છે. ખીલ, ફ્લુ, છરી વગેરે મટે છે. ચશ્માના નંબર ઉતરે છે.
 • મધ અને સરગવાના પાનનો રસ આંખમાં નાંખવાથી આંખના બધા રોગો મટે છે.
 • નાગરવેલના પાનનો રસ આંખોમાં નાંખવાથી દુઃખતી આંખો સારી થાય છે.
 • જીરાનું ચુર્ણ રોજ ફાકવાથી આંખોની ગરમી ઓછી થાય છે.
 • ધાણાને પાણીમાં પલાળી રાખી, મસળી ગાળી તે પાણીથી આંખો ધોવાથી દુઃખતી આંખો સારી થાય છે.
 • શુદ્ધ મધ અને ખાખરાનો અર્ક સરખે ભાગે લઈ બરાબર એક રસ કરી બાટલીમાં ભરી રાખો, રોજ રાત્રે સુતી વખતે બે-ત્રણ ટીપાં આંખમાં નાંખવાથી ચશ્માના નંબર ઘટે છે.
 • અધકચરા ત્રિફળા ચુર્ણને રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે ગાળી તે પાણી આંખમાં છાંટવાથી આંખોનું તેજ વધે છે.
 • સાકરને પાણીમાં ઘસી તે ઘસારો સવાર-સાંજ આંખમાં આંજવાથી આંખોના ફુલા મટે છે. આંખ સ્વચ્છ થાય છે અને આંખોનું તેજ વધે છે.
 • આંખ આવેલી હોય તો લીંબુનો રસ, મધ, ફટકડી વાટી લગાડવાથી ઘણી રાહત થાય છે.
 • સફેદ કાંદાનો રસ, મધમાં મેળવીને આંખમાં નાંખવાથી દુઃખતી આંખ સારી થાય છે અને આંખનું તેજ વધે છે.
 • હળદર, ફટકડી અને આમલીના પાન સરખા પ્રમાણમાં લઈ તેને વાટી પોટલી કરી ગરમ કરીને આંખે શેક કરવાથી આંખોની રતાશ અને બળતરા મટે છે.
 • સાકર અને તેનાથી ત્રણ ગણા ધાણા લઈ બંનેનું ચુર્ણ કરી પાણીમાં ઉકાળી ઠંડુ થાય ત્યારે કપડાથી ગાળી બાટલીમાં ભરી લેવું એ પાણીમાં બબ્બે ટીપાં દરરોજ સવાર-સાંજ નાંખવાથી દુઃખતી આંખો સારી થાય છે.
 • તેલ વગરની તુવેરની દાળ પાણી સાથે પથ્થર પર ઘસી આંખમાં આંજવાથી આંખનું ફુલુ અને જાળુ મટે છે.
 • જાયફળ પાણીમાં ઘસીને તેનો ઘસારો પાપણ તથા આંખની આજુબાજુ ચોપડવાથી આંખની ચળ કે પાણી પડતું હોય તો તે મટે છે અને આંખોનું તેજ વધે છે.
 • આંખમાં દાડમનો રસ નાંખવાથી ચશ્માના નંબર ઉતરે છે. 
View : 8166

Comments

 • Visitor's Name
 • Email ID
 • Mobile No
 • Comment

Though of the day

 • જે તદ્દન નિ:શ્વાર્થ ભાવે સેવા કરે છે તેને અનાયાસે અપાર સુખ મળે છે