અક્કલ…..

  • જરા હસો તો…

     પિતા: રાજુ, તું દરેક વખતે ઈતિહાસમાં શા માટે નાપાસ થઇ જાય છે?

    રાજુ: કારણ કે આ વિષય ના બધા પ્રશ્નો તે સમય ના હોય છે જ્યારે મારો

    જન્મ પણ નહોતો થયો.

કબજીયાત / Constipation (Kabjiyaat)ની સારવાર

  • અજમો અને સોનામુખીનું ચૂર્ણ હુંફાળા ગરમ પાણી સાથે લેવાથી કબજીયાત મટે છે.
  • પાકા ટમેટાનો એક કપ રસ પીવાથી આંતરડાનો મળ છૂટો પડી કબજીયાત મટે છે.
  • નરણા કોઠે સવારમાં થોડું ગરમ પાણી પીવાથી કબજીયાત મટે છે.
  • રાત્રે સહેજ ગરમ કરેલા પાણીમાં થોડું મીઠું નાખી પીવાથી કબજીયાત મટે છે.
  • લીંબુનો રસ ઠંડા અથવા ગરમ પાણીમાં સવારે અને રાત્રે પીવાથી કબજીયાત મટે છે.
  • ખજૂરને રાત્રે પલાળી રાખી સવારે મસળી, ગાળીને તે પાણી પીવાથી કબજીયાત મટે છે.
  • ગરમ પાણીમાં એક ચમચી આદુનો રસ, એક ચમચી લીંબુનો રસ અને બે ચમચી મધ મેળવી પીવાથી કબજીયાત મટે છે.
  • કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી સવારે દ્રાક્ષને મસળી ગાળી તે પાણી પીવાથી કબજીયાત મટે છે.
  • રાત્રે સુતી વખતે એકાદ બે સંતરા ખાવાથી કબજીયાત મટે છે.
  • ત્રણ ગ્રામ મેથીનું ચૂર્ણ સવાર સાંજ ગોળ અને પાણી સાથે લેવાથી કબજીયાત મટે છે.
  • ચાર ગ્રામ હરડે અને એક ગ્રામ તજ, સો ગ્રામ પાણીમાં ગરમ કરી તે ઉકાળો રાત્રે તથા સવારના પહોરમાં પીવાથી કબજીયાત મટે છે.
  • રોજ સવારે એક ગ્લાસ ઠંડા પાણીમાં અને રાત્રે દૂધમાં બે ચમચી મધ મેળવીને પીવાથી કબજીયાત મટે છે.
  • અજમાના ચૂર્ણમાં સંચોરો નાખી ફાકવાથી કબજીયાત મટે છે.
  • તુલસીના ઉકાળામાં સિંધવ અને સુંઠ મેળવી ફાકવાથી કબજીયાત મટે છે.
  • જાયફળ લીંબુના રસમાં ઘસીને તે ઘસારો લેવાથી કબજીયાત મટે છે.
  • જમ્યા પછી એકાદ કલાકે ત્રણથી પાંચ હીમેજ ખુબ ચાવીને ખાવાથી કબજીયાત મટે છે.
  • કાંદાને ગરમ રાખમાં શેકી રોજ સવારે ખાવાથી કબજીયાત મટે છે અને શક્તિ વધે છે.
View : 7526

Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • જે તદ્દન નિ:શ્વાર્થ ભાવે સેવા કરે છે તેને અનાયાસે અપાર સુખ મળે છે