સ્ત્રી રોગો / (Stri-Rogo)

  • ખજુર થોડા મહિના નિયમીત ખાવાથી વારંવાર મૂર્છા આવતી હોય તેવી સ્ત્રીઓના હિસ્ટીરીયા મટે છે.
  • લસણને પીસીને નાકથી સુંઘવાથી હિસ્ટીરીયાની મુર્છા મટે છે.
  • પાકા કેળાં, આમળાનો રસ અને સાકર એકત્ર કરી પીવાથી સ્ત્રીઓના પ્રદર અને બહુમુત્ર રોગ મટે છે.
  • જીરા અને સાકરનું ચુર્ણ પાવલીભાર ચોખાના ધોવાણમાં પીવાથી સ્ત્રીઓના શ્વેતપ્રદર મટે છે.
  • એક પાકું કેળું, અર્ધા તોલા ઘી સાથે સવાર-સાંજ ખાવાથી પ્રદર રોગ મટે છે.
  • હિંગનું સેવન કરવાથી ગર્ભાશય સંકોચાય છે, માસીક સાફ આવે છે અને પેટનો દુઃખાવો મટે છે.
  • આમળાનો રસ મધ સાથે લેવાથી સ્ત્રીઓની યોની દાહ મટે છે.
  • સ્ત્રીઓને માસીક વખતે ખુબ પીડા થતી હોય કે માસીક બરાબર ન આવતું હોય તો તલ ખાવા. એક તોલા કાળા તલને વીસ તોલા પાણીમાં ઉકાળવા અને પાંચ તોલા પાણી બાકી રહે એટલે તેમાં ગોળ નાંખી પીવાથી માસીક સાફ આવે છે.
  • કાચો કાંદો ખાવાથી માસીક સાફ આવે છે અને દુઃખાવો થતો નથી.
  • માસીક સમયે વધારે રક્તસ્ત્રાવ થતો હોય અને ચક્કર આવતા હોય તો તુલસીના રસને મધમાં મેળવીને પીવાથી ફાયદો થાય છે.
  • ત્રણ તોલા મેથીનો લોટ લઈ રાત્રે વીસ તોલા દૂધમાં પલાળી રાખવો, સવારે પાંચ તોલા ઘી ગરમ કરી તેમાં દૂધમાં ભીંજવેલો મેથીનો લોટ નાખી એક રસ કરી ઉતારી લેવું પછી તેમાં બે તોલા ગોળ નાંખી બરાબર મીક્ષ કરી પ્રસુતા સ્ત્રીને એકવીસ દિવસ સુધી ખવડાવવાથી ધાવણ છુટથી આવે છે.
  • જીરાની ફાકી ખાવાથી સ્ત્રીનું ધાવણ વધે છે.
  • ઘીમાં શેકેલી હીંગ, ઘી સાથે ખાવાથી સુવાવડી સ્ત્રીને આવતા ચક્કર અને શૂળ મટે છે.
  • સુવાવડમાં સ્ત્રીઓએ સુવાનો ઉપયોગ છુટથી કરવો જેથી ધાવણ સાફ આવે છે કમર દુઃખતી નથી અને ખાધેલું પાચન થાય છે.
  • તાજણીયાના મૂળ વાટીને ચોખાના ઓસામણમાં પીવાથી સુવાવડી અને સગર્ભાને રક્તસ્ત્રાવ મટે છે.
  • સુવાવડી સ્ત્રીને ભુખ ન લાગતી હોય તો ૦| ચમચી અજમાનું ચુર્ણ, બે ચમચી આદુનો રસ અને સોપારી જેટલો ગોળ મેળવી સવારે અને રાત્રે ખાવાથી ખુબ ભુખ લાગે છે.
  • સુવાવડમાં તાવ અને સુવાવડ પછી થતા કમરના દુઃખાવામાં અજમો અડધી ચમચી, સુંઠ અડધી ચમચી અને ઘી બે ચમચી ભેગું કરી સવારે અને રાત્રે ખાવાથી તાવ અને કમરનો દુઃખાવો મટે છે.
  • ઉલટી, ઉબકા, અપચો, આફરો, કફના રોગો, ઉદરશૂળ વગેરે સુવાવડી સ્ત્રીની ફરીયાદોમાં અડધીચમચી જેટલું અજમાનું ચુર્ણ રોજ સવારે અને રાત્રે નવશેકા પાણી સાથે લેવાથી આરામ થાય છે.
  • લવીંગને ગરમ પાણીમાં ભીંજવી એ પાણી પીવાથી સગર્ભા સ્ત્રીઓની ઉલટી મટે છે.
  • ધાણાનું ચુર્ણ ૦| તોલો અને સાકર એક તોલો, ચોખાના ધોવાણમાં પીવાથી સગર્ભા સ્ત્રીની ઉલટી મટે છે.
  • નારંગી ખાવાથી સગર્ભા સ્ત્રીઓના ઉબકા અને ઉલટી મટે છે.
  • હિંગની ધુમાડી પ્રસવ સમયે જનન અવયવને આપવાથી પ્રસવ સરળતાથી થાય છે.
  • તલ, જવ અને સાકરનું ચુર્ણ મધ સાથે ખાવાથી સગર્ભા અને સુવાવડી સ્ત્રીઓનો રક્તસ્ત્રાવ બંધ થાય છે.
  • સુવાવડી સ્ત્રીને ક્યારેક ધાવણનો વેગ ચઢી જતાં, કોઈવાર સ્તનનો સોજો આવે છે અને વેદના થાય છે તેના પર નાગરવેલનું પાન ગરમ કરી બાંધવાથી એકઠું થયેલું ધાવણ છુટું પડી જાય છે અને સોજો ઉતરી જાય છે અને પીડા મટે છે.
  • ઘઉંની સેવને પાણીમાં બાફી, તે પાણી કપડાથી ગાળી લઈને, ૨૦૦ ગ્રામ પાણીમાં ૩ થી ૪ ચમચી ચોખ્ખું ઘી નાંખીને પ્રસવ થવાને તૈયાર સ્ત્રીને પાવાથી પ્રસુતી સરળતાથી અને જલ્દી થાય છે.
  • જે સ્ત્રીઓને પુરતું ધાવણ ન આવતું હોય તેમણે ચોળાનું શાક વધુ તેલમાં બનાવી ખાવાથી ધાવણ વધે છે.
  • તુવેરની દાળનો સુપ બનાવી ૨ થી ૩ ચમચી ઘી નાખીને પીવાથી ધાવણ વધે છે.
  • સ્ત્રીઓને ઘણીવાર પ્રસુતીમાં વિલંબ થાય છે, દર્દ જેવું ઉપડવું જોઈએ તેવું ઉપડતું નથી તે વખતે બને તેટલો જુનો ગોળ ૩૦ થી ૪૦ ગ્રામ લઈ, ૧૦૦ ગ્રામ પાણીમાં નાંખી ગરમ કરીને ઓગાળી લઈ, તેમાં ફુલાવેલો ટંકણખાર ૨ ગ્રામ જેટલો મેળવીને પીવાથી જલ્દીથી અને સુખેથી પ્રસવ થાય છે.
  • તુલસીના પાનનો રસ પીવાથી પ્રસવની પીડા ઓછી થઈ જાય છે.
  • અર્ધી ચમચી સુંઠનું ચુર્ણ અને એક ચમચી ગોળ સવારે અને રાત્રે લેવાથી ગર્ભાશયના દોષો મટે છે અને ગર્ભાશય મજબુત બને છે.
  • રોજ સવારમાં એક લવીંગ ૪૦ દિવસ સુધી ખાવાથી ગર્ભ રહેવાની સંભાવના રહેતી નથી.
  • પાકું કેળું, ઘી અને સાકર સાથે લેવાથી લોહીવા મટે છે.
  • કળથીનો ઉકાળો પીવાથી ગર્ભપાત કે પ્રસવ પછી ગર્ભાશયની પૂરેપૂરી શુદ્ધિ થાય છે. 
View : 5482

Comments

  • નરવત16/12/2018હ...ઙ...અક્ષર પરથી છોકરીનુ નામ આપો.
  • Paresh Kakadiya 16/12/2018કુંભ રાશિ નવુ નામ આપો
  • Jagdishsankhat9898@gmail.com15/12/2018Ha moj
  • Niravbhai 14/12/2018Please new name
  • 973745754614/12/2018ઘન રાશી પર થી નામ
  • Kalubha14/12/2018Dhan rasi
  • BALDEV DESAI13/12/2018સિંહ રાશી ઉપર નામ(છોકરા) માટે
  • 12/12/2018Dhan rashi
  • parmar10/12/2018હ સે શુરુ હોને વાલા નામ બતાયે
  • Nayana Mehta10/12/2018Nice story
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • શિક્ષણ માટે કરેલ ખર્ચ એ બાળક માટે ભવિષ્ય નું મૂડી રોકાણ છે.