સોજો-મૂઢમાર / Inflammation (Sojo-Mudhmar)થી છુટકાર

  • કડવા લીમડાના પાન બાફીને સાધારણ ગરમ હોય ત્યારે સોજા પર બાંધવાથી સોજો ઉતરે છે.
  • લવીંગ વાટી તેનો લેપ સોજા પર ચોપડવાથી સોજો ઉતરે છે.
  • રાઈ અને સંચળ વાટીને લેપ કરવાથી સોજો ઉતરે છે.
  • હળદર અને કળી ચુનાનો લેપ કરવાથી મુઢમારનો સોજો ઉતરે છે.
  • હળદર અને મીઠાનો લેપ કરવાથી વાગેલા કે મચકોડાવાથી આવેલા સોજા મટે છે.
  • તલ અને મૂળા ખાવાથી સોજા મટે છે.
  • તાજણીયાના પાનનો લેપ કરવાથી સોજા મટે છે.
  • ધાણાને જવના લોટની સાથે મેળવી તેનો લેપ કરવાથી સોજા મટે છે.
  • આમલીના પાન અને સિંધવ મીઠું વાટી તેનો ગરમ લેપ સોજા ઉપર કે ઝલાઈ ગયેલા સાંધા પર ચોપડવાથી સોજા મટે છે.
  • મૂઢમાર કે મરડાયેલા હાડકા પર આમલીને બાવળના પાનનો લેપ ગરમ કરી લગાડવાથી સોજા મટે છે.
  • શિંગોડાની છાલ ઘસીને લેપ કરવાથી સોજા અને દુઃખાવો મટે છે.
  • લસણ, હળદર અને ગોળને મેળવીને તેનો લેપ મૂઢમાર પર કરવાથી આરામ મળે છે.
  • સરસીયા કે તલના તેલમાં થોડો અજમો નાંખી તેલ ગરમ કરી તે તેલનું સંધિવાનાં સોજા પર માલીસ કરવાથી આરામ થાય છે.
  • મીઠું લસોટીને ચોપડવાથી સોજો ઉતરી જાય છે.
  • તુલસીના પાનને પીસીને સોજા પર લગાડવાથી સોજો ઉતરી જાય છે.
  • જાયફળને સરસીયા તેલમાં મેળવીને સાંધાઓના સોજા પર લેપ કરવાથી જકડાયેલા સાંધા છુટા થઈ સોજો મટે છે.
  • મૂઢમાર કે મોચ પર લોહચુંબકનો સાઉથ પોલ મુકવાથી તરત જ આરામ થાય છે અને લોહચુંબક લાકડી જેવું બ્લોક આકારનું હોવું જોઈએ અને નોર્થ પોલ શરીરના બીજા ભાગને અડે નહિ તેની કાળજી લેવી.
View : 4121

Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • જે મારા ભાગ્યમાં છે એને દુનિયાની કોઈ તાકાત છીનવી નહી શકે આ શ્રદ્ધા જીવનને સફળ બનાવશે