વાળની માવજત / Hair Care (Valni Mavjat)

  • પાશેર કોપરેલમાં ખોબો ભરીને મહેંદી પાન ઉકાળવા, તે તેલ રોજ ચોળીને માથામાં લગાડવાથી માથાના વાળ ખુબ વધે છે અને કાળા પણ થાય છે.
  • વાળ ખરે તો દિવેલ ગરમ કરીને વારંવાર વાળ ઉપર લગાડવાથી વાળ ખરશે નહીં.
  • માથા પર કાંદાનો રસ ઘસવાથી માંદગીમાં ખરી ગયેલા વાળ ફરી ઉગે છે.
  • આમળા, કાળા તલ, ભાંગરો અને બ્રાહ્મી સરખે ભાગે લઈ વાટીને પાવડર બનાવી રોજ સવાર-સાંજ ફાકવાથી સફેદ વાળ કાળા થાય છે.
  • ખાંડ અને લીંબુનો રસ બંને ભેગા કરી માથુ ધોવાથી જુ અને ખોડો મટે છે.
  • ચણાને છાસમાં પલાળીને ચણા એકદમ પોચા થાય ત્યારે માથા ઉપર મસળીને બે કલાક પછી માથું ધોવાથી જુ અને ખોડો મટે છે.
  • તલના ફૂલ ગોખરૂ અને સિંધવને કોપરેલમાં અથવા મધમાં નાખી તેનો લેપ કરવાથી માથાની તાલ મટે છે.
  • કાંદાનો રસ માથામાં ભરવાથી જુ મરી જાય છે.
  • લીમડાના પાનને પાણીમાં વાટીને તે પાણીથી માથુ ધોવાથી માથાનો ખોડો મટે છે.
  • વાર ખરી પડતા હોય ત્યારે તેના પર ગોરાળુ માટી-પ્રવાહી, લીંબુના રસમાં મેળવીને ચોપડવાથી વાળ ખરતા અટકે છે.
  • છાલ સાથેની કાકડી ખાવાથી વાળ પર ચમક આવે છે.
  • ગરમ પાણીમાં આમળાનો ભુકો નાંખી ઉકાળી એ પાણીથી વાળ ધોવામાં આવે તો વાળ સુંદર અને ચમકતા બને છે. 
View : 5766

Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • કોઈ તમારા પર આંધળો વિશ્વાસ રાખે , ત્યારે સાબિત નાં કરતા કે તે ખરેખર અંધ છે.