બાળરોગો / Paediatrics (Balrogo) નો ઘરગથ્થુ ઉપચાર

 • ખજુરની એક પેશી ચોખાના ઓસામાણ સાથે મેળવી ખુબ વાટી તેમાં થોડું પાણી મેળવીને નાના બાળકોના બે-ત્રણ વખત આપવાથી નબળા, કંતાઈ ગયેલા બાળકો રૂષ્ટ પુષ્ટ ભરાવદાર બને છે.
 • એક ચમચી પાલખની ભાજીનો રસ મધમાં મેળવી રોજ પાવાથી સુકલકડી બાળકો શક્તિશાળી બને છે.
 • પાકા ટમેટાનો તાજો રસ નાના બાળકોને દિવસમાં બે-ત્રણ વાર પાવાથી બાળકો નીરોગી અને બળવાન બને છે.
 • બાળકોને તલ ખવડાવવાથી બાળકો રાત્રે ઉંઘમાં પેશાબ કરતા હોય તો અટકે છે અને શરીર પુષ્ટ બને છે.
 • તુલસીના પાનનો રસ પાંચથી દસ ટીપાં પાણીમાં નાખીને રોજ પીવડાવવાથી બાળકના સ્નાયુઓ અને હાડકા મજબુત બને છે અને બાળક જલ્દી ચાલતા શીખે છે.
 • કાંદો અને ગોળ રોજ ખવડાવવાથી બાળકની ઉંચાઈ વધે છે.
 • ટમેટાનો એક ચમચી રસ, દૂધ પીવડાવતા પહેલા પાવાથી, બાળકોને થતી દૂધની ઉલ્ટી મટે છે.
 • હળદર નાંખી ગરમ કરેલા દૂધમાં સહેજ મીઠું અને ગોળ નાંખીને પાવાથી બાળકોની શરદી કફ અને સસણી મટે છે.
 • લસણની એક કે બે કળી દૂધમાં પકાવી ગાળી દૂધ પાવાથી બાળકોની કળી ઉધરસ (હડખી ઉધરસ) મટે છે.
 • ધાણા અને સાકરને ચોખાના ઓસામણમાં પાવાથી બાળકોની ઉધરસ અને શ્વાસ મટે છે.
 • નાગરવેલના પાનને દીવેલ ચોપડી સહેજ ગરમ કરી નાના બાળકની છાતી પર મૂકી ગરમ કપડાથી હલવો શેક કરવાથી બાળકનો કફ છુટો પડી જાય છે.
 • લસણની કળીઓને કચડી, પોટલી બનાવી, બાળકના ગળામાં બાંધી રાખવાથી બાળકની કાળી ખાંસી (હફીંગ કફ-હડખી ઉધરસ) મટે છે.
 • બાળકની છાતી કફથી ભરાઈ ગઈ હોય તો તુલસીના પાનનો રસ મધમાં મેળવી બે-ત્રણવાર પાવાથી તથા તુલસીના રસને ગરમ કરી છાતી, નાક તથા કપાળે લગાડવાથી શરદી અને કફમાં ખુબ રાહત મળે છે.
 • છાસમાં વાવડીંગનું ચુર્ણ પાવાથી નાના બાળકોના કરમ મટે છે.
 • મધમાં કાળીજીરીનું ચુર્ણ ચટાડવાથી બાળકોના કરમ મટે છે.
 • એક ચમચી કાંદાનો રસ પાવાથી અનાજ ખાતા બાળકોના કરમ મટી જાય છે અને ફરી થતા નથી.
 • બાળકોના પેટમાં કરમ થતા હોય તો કાચા ગાજર ખાવાથી કરમ મટી જાય છે.
 • ગ્લુકોઝના મેળવેલા પાણીમાં લીંબુ નીચોવી બબ્બે ચમચી દિવસમાં ચાર વખત પાવાથી બાળકના શરૂઆતનાં દાંત ખુબ જ સરળતાથી આવે છે અને ઝાડા થતા નથી.
 • બાળકોના પેઢા પર નરમાસથી મધ અને સિંધવ મીઠું મેળવી ઘસવાથી બાળકને સહેલાઈથી દાંત આવે છે.
 • દાંત આવે ત્યારે ઝાડા થતા હોય તો જાવંત્રીને તાવડી પર શેકી પાવડર કરી મધ સાથે માતાના દૂધમાં આપવાથી ઝાડા મટે છે.
 • દાંત આવે ત્યારે પાણી જેવા ઝાડા થતાં હોય તો મકાઈના ડોડામાંથી દાણા કાઢી લીધા પછીના મકાઈના ડોડાને બાળીને તેની ભૂકી (એક કે બે વાલ જેટલી) પાણી કે છાસમાં પાવાથી ઝાડા બંધ થાય છે.
 • દાંત આવે ત્યારે આંખ આવી હોય તો ફુલાવેલી ફટકડીને ગુલાબજળમાં મેળવી આંખમાં ટીપાં નાંખવા તથા ફટકડીના નવશેકા પાણીથી આંખ ધોવાથી આરામ થાય છે.
 • બાળકોને ગાજરનો રસ પીવડાવવાથી દાંત નીકળવામાં સરળતા થાય છે અને દૂધ પણ સારી રીતે પચે છે.
 • તુલસીના પાનનો રસ મધમાં મેળવીને પેઢા પર ઘસવાથી બાળકના દાંત તકલીફ વગર સરળતાથી આવે છે.
 • બાળકોને દાંત આવે ત્યારે લીંડીપીપરનું ચુર્ણ અથવા ફુલાવેલી ટંકણખાર મધમાં મેળવી પેઢા પર ઘસવાથી અને ટંકણખારનું ચુર્ણ મધમાં ચટાડવાથી સરળતાથી પીડા વગર દાંત આવે છે.
 • તાજણીયાનો રસ એક ચમચી ધાવણા બાળકને પાવાથી કબજીયાત મટે છે.
 • એક શેર પાણીને ખુબ ઉકાળી તેમાં પાંચ તોલા કાંદાની છીણ નાંખી ઠંડુ થયા બાદ ગાળી તેમાંથી એક ચમચી પાણી લઈ તેમાં પાંચ ટીપાં મધ મેળવી પાવાથી બાળક ઘસઘસાટ ઊંધે છે.
 • સફેદ કાંદાને કચડીને સુંઘાડવાથી બાળકોની આંચકીમાં-તાણમાં ફાયદો થાય છે.
 • જાયફળ અને સૂંઠને ગાયના ઘીમાં ઘસીને તેનો ઘસરતો ચટાડવાથી બાળકને શરદીને લીધે થતા ઝાડા મટે છે.
 • નાગરવેલના પાનના રસમાં મધ મેળવીને ચટાડવાથી વા-છૂટ થઈ નાના બાળકોને આફરો અને અપચો મટે છે.
View : 4754

Comments

 • નરવત16/12/2018હ...ઙ...અક્ષર પરથી છોકરીનુ નામ આપો.
 • Paresh Kakadiya 16/12/2018કુંભ રાશિ નવુ નામ આપો
 • Jagdishsankhat9898@gmail.com15/12/2018Ha moj
 • Niravbhai 14/12/2018Please new name
 • 973745754614/12/2018ઘન રાશી પર થી નામ
 • Kalubha14/12/2018Dhan rasi
 • BALDEV DESAI13/12/2018સિંહ રાશી ઉપર નામ(છોકરા) માટે
 • 12/12/2018Dhan rashi
 • parmar10/12/2018હ સે શુરુ હોને વાલા નામ બતાયે
 • Nayana Mehta10/12/2018Nice story
 • Visitor's Name
 • Email ID
 • Mobile No
 • Comment

Though of the day

 • શિક્ષણ માટે કરેલ ખર્ચ એ બાળક માટે ભવિષ્ય નું મૂડી રોકાણ છે.