અક્કલ…..

 • જરા હસો તો…

   પિતા: રાજુ, તું દરેક વખતે ઈતિહાસમાં શા માટે નાપાસ થઇ જાય છે?

  રાજુ: કારણ કે આ વિષય ના બધા પ્રશ્નો તે સમય ના હોય છે જ્યારે મારો

  જન્મ પણ નહોતો થયો.

પેશાબ / Urine (Peshab) ની સારવાર

 • પેશાબ ઓછો થતો હોય કે બંધ થયો હોય તો તાજી છાશમાં ગોળ નાંખીને પીવાથી પેશાબની અટકાયત મટે છે.
 • પેશાબ અટકતો હોય તો મૂળાનો રસ પીવાથી પેશાબ છુટથી થાય છે.
 • અર્ધા તોલા લીંબુના બીજનું ચુર્ણ કરી પાણી સાથે પીવાથી તરત પેશાબ છુટે છે.
 • પેશાબની બળતરા તથા અટકાયત થતી હોય તો ગરમ કરેલા દુધમાં સાકર અને ચોખ્ખું ઘી નાંખી પીવાથી રાહત થાય છે અને તકલીફ મટે છે.
 • ચોખાના ધોવાણમાં સાકર તથા ચપટી સુરોખાર મેળવી પીવાથી પેશાબ ઓછો થતો હોય તો વધે છે કોઈપણ કારણસર પેશાબ અટકતો હોય તો તે મટે છે.
 • પેશાબ અટકી અટકીને થવો, વધુ થવો અને બળતરા સાથે થવો, વગેરેમાં તલ ખાવાથી ફાયદો થાય છે.
 • કેળનું ચુર્ણ ચાર-પાંચ તોલા પાણી ગરમ કરેલા ઘીમાં નાંખીને પીવાથી, બંધાયેલો પેશાબ તરત જ છુટી જાય છે.
 • રાત્રે ઘઉંને પાણીમાં પલાળી રાખી સવારે વાટી તેમાં સાકર નાખીને હલવો બનાવી ખાવાથી પેશાબ છુટથી થાય છે.
 • આમળાના ચુર્ણમાં ઘી અને ગોળ મેળવી રોજ લેવાથી પેશાબની બધી તકલીફ મટે છે.
 • પેશાબ અટકી અટકીને આવતો હોય તો એલચીનું ચુર્ણ મધમાં ચાટવાથી પેશાબ સાફ અને છુટથી આવશે.
 • ૧૦૦ ગ્રામ દૂધમાં ખાવાનો સોડા એક ગ્રામ નાંખી દિવસમાં બે વાર પીવાથી પેશાબની છુટ થશે અને પેશાબની બળતરા દૂર થાય છે.
 • જવને ખાંડી તેની ઉપરના ફોતરા કાઢી નાખી, જવદાણા કાઢી તેને પાણીમાં ઉકાળી (૧ લીટર પાણીમાં ૧ થી ૨ ચમચી જવદાણા નાંખવા) જવ બફાઈ જાય એટલે ઉતારી લઈ પાણી ગાળી લેવું, જવનું આ પાણી આખો દિવસ પાણીની તરસ લાગે ત્યારે સાદા પાણીની જગ્યાએ પીવાથી પેશાબ અટકી અટકીને આવવો, પેશાબમાં બળતરા થવી, કિડનીનું શૂળ, મુત્રાશયનું શૂળ, પથરી વગેરેમાં ફાયદો થાય છે.
 • એલચી અને સુંઠ સરખે ભાગે લઈ દહીંના નીતર્યા પાણીમાં સિંધવ મેળવીને પીવાથી પેશાબ તરત છુટે છે.
 • જવ ઉકાળીને પાણી પીવાથી પેશાબ સાફ આવે છે અને પેશાબની બળતરા મટે છે.
 • શેરડીનો રસ પીવાથી પેશાબ છુટથી થાય છે, બળતરા મટે છે અને પેશાબમાં લોહી પડતું હોય તો તે પણ મટે છે.
 • પાતળી છાશમાં બે આનીભર સુરોખાર નાંખી પીવાથી પેશાબ છુટથી આવે છે.
 • વરીયાળી શરબત બનાવી તેમાં જરાક સુરોખાર નાંખી પીવાથી પેશાબની બળતરા મટે છે.
 • વરીયાળી અને ગોખરૂનો ઉકાળો બનાવી પીવાથી પેશાબની બળતરા મટે છે.
 • એલચીના ચુર્ણને આમળાના ચુર્ણ સાથે કે આમળાના રસમાં લેવાથી પેશાબની બળતરા દૂર થાય છે.
 • ચાર તોલા કળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી સવારે મસળી, ગાળી થોડા જીરાની ભુકી નાંખી પીવાથી પેશાબની ગરમી મટે છે અને પેશાબ સાફ આવે છે.
 • આમળાના રસમાં મધ અને હળદર નાંખીને પીવાથી પેશાબ માર્ગે જતું પરૂ બંધ થાય છે.
 • સુંઠના ઉકાળામાં હળદર અને ગોળ નાંખીને પીવાથી ધાતુસ્ત્રાવ મટે છે તથા પેશાબ સાથે જતું ધાતુ બંધ થાય છે.
 • એલચી અને શેકેલી હીંગનું ચુર્ણ, ત્રણ રતી જેટલું ચુર્ણ, ઘી અને દૂધની સાથે લેવાથી પેશાબમાં ધાતુ જતી હોય તો બંધ થાય છે.
 • અર્ધા તોલા જેટલું સુંઠનું ચુર્ણ ગાયના અર્ધા શેર દૂધમાં પીવાથી વેદના સાથે પેશાબમાંથી લોહી પડતું હોય તો તે બંધ થાય છે અને વેદના મટે છે.
 • વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો અજમો અને તલ ભેગા કરીને ખુબ ચાવીને સવાર-સાંજ ખાવાથી આરામ મળે છે.
 • આદુના રસમાં ખડી સાકર મેળવી સવારે અને રાત્રે પીવાથી વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો આરામ મળે છે.
 • ક્યારેક ડાયાબીટીસ ન હોવા છતાં વારંવાર ખુબ પેશાબ કરવા જવું પડે છે તે માટે અળદની પલાળેલી દાળને વાટીને ઘીમાં શેકી, ખાંડ નાખીને તેનો શીરો બનાવીને સાત દિવસ ખાવાથી આરામ થાય છે. આ શીરા સાથે દહીંમાં ખાંડ નાંખી રોટલી સાથે ખાવાથી વધુ લાભદાયક બને છે.
 • અર્ધી ચમચી અજમો અને અર્ધી ચમચી ગોળ મસળી મીક્ષ કરી સવાર-સાંજ લેવાથી વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો તે મટે છે.
 • ક્યારેક ડાયાબીટીસ ન હોવા છતાં વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો પેટ પર ડુટીની નીચે કોઈપણ તેલનું માલીસ કરવું પછી બાજરીને તાવડી પર ગરમ કરી કપડામાં બાંધી, પેટ, પેઢુ તથા કમર પર ૧૦-૧૫ મીનીટ રોજ રોજ શેક કરવાથી આરામ મળે છે.
 • આમલી ૧૦ ગ્રામ લઈ રાતે એક કપ પાણીમાં પલાળી સવારે મસળીને પાણી કપડાથી ગાળવું તે પાણીમાં આદુનો રસ એક થી બે ચમચી તથા એક ચમચી ખાંડ મેળવી શરબત કરી સવાર-સાંજ પીવાથી વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો તે અટકે છે.
 • કાળા તલ ૨૫૦ ગ્રામ, ખસ-ખસ ૧૦૦ ગ્રામ તથા અજમો ૧૦૦ ગ્રામને અધકચરા શેકી ખાંડીને ચુર્ણ બનાવી શીશીમાં ભરી રાખવું તેમાંથી દરરોજ ૨ થી ૫ ગ્રામ ચુર્ણ થોડી સાકર અને ચપટી હળદર મેળવી સવાર-સાંજ બે વાર લેવાથી બહુમુત્ર રોગ (વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તે) મટે છે.
 • મેથી ત્રણ ભાગ, સુંઠ એક ભાગ તથા અજમો એક ભાગનું ચુર્ણ બનાવી મધ કે પાણીમાં દિવસમાં સવાર-સાંજ બે વાર લેવાથી બહુમુત્ર રોગ મટે છે.
 • મેથીની ભાજીનો રસ દસ તોલા, તેમાં ૦| ચમચી કાથો અને ૦|| ચમચી સાકર મેળવીને પીવાથી બહુમુત્ર રોગ મટે છે.
View : 6100

Comments

 • Vishal shiyal16/07/2018મિથુન રાશીના છોકરાનુ નામ બતાવો
 • 972634844215/07/2018Min rasi ma sokri nu name batavo
 • jhjh14/07/2018opopo
 • Knjl10/07/2018થ રાશી પર નામ આપો...
 • JiGnesh07/07/2018મકર રાશિમાં છોકરા નુ નામ જણાવો
 • Rakesh patel07/07/2018Min rash chhokri na nam
 • Shailesh05/07/2018Baby name
 • Kalpesh nayak03/07/20182/7/2018 રાશી કંઈ છે
 • Nita Ben Prajapati02/07/2018Pet ma sojo to Ane dukhavo thay 6e.. to ano upay
 • લક્ષ્મણ પરમાર02/07/201823/6/2018 1:20વાગે તુલા(ર. ત) સારા નામ જણાવો
 • Visitor's Name
 • Email ID
 • Mobile No
 • Comment

Though of the day

 • વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.