અક્કલ…..

 • દીકરાની ચાલાકી…

  પપ્પા: રમેશ તારે ૧૦ માં ૬૫ ટકા આવી જશે

  રમેશ : ના પપ્પા ૯૦ ટકા આવી જશે.

  પપ્પા: કોડા મઝાક કરમાં

  રમેશ : પપ્પા શરૂઆત કોને કરી.

પેટ દર્દ / Abdominal disease (Pet Dard) નો ઉપાય

 • અજમો ફાકી ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુઃખાવો, અજીર્ણ અને વાયુ મટે છે.
 • આદુ અને લીંબુના રસમાં અર્ધી ચમચી મરીનું ચુર્ણ નાખી પીવાથી પેટનો દુઃખાવો મટે છે.
 • અજમો અને મીઠું વાટીને તેની ફાકી લેવાથી પેટનો દુઃખાવો મટે છે.
 • આદુ અને ફુદીનાનાં રસમાં સિંધવ મીઠું નાખીને પીવાથી પેટનો દુઃખાવો મટે છે.
 • આદુનો રસ એક ચમચી અને લીંબુનો રસ બે ચમચી મેળવી તેમાં થોડી સાકર નાંખીને પીવાથી કોઈપણ જાતનો પેટનો દુઃખાવો મટે છે.
 • શેકેલા જાયફળનું એક ગ્રામ ચુર્ણ ગરમ પાણી સાથે લેવાથી પેટનો દુઃખાવો મટે છે.
 • જમ્યા પછી કેટલાકને ૨-૩ કલાકે પેટમાં સખત દુઃખાવો થાય છે તે માટે સુંઠ, તલ અને ગોળ સરખે ભાગે લઈ દૂધમાં નાંખી સવાર-સાંજ લેવાથી પેટનો દુઃખાવો મટે છે.
 • લીંબુના રસમાં થોડો પાપડખાર મેળવી પીવાથી પેટનો દુઃખાવો અને આફરો મટે છે.
 • તુલસીનો રસ અને આદુનો રસ સરખે ભાગે લઈ સહેજ ગરમ કરી પીવાથી પેટનો દુઃખાવો મટે છે.
 • ગોળ અને ચુનો ભેગો કરી ગરમ પાણી સાથે લેવાથી પેટનો દુઃખાવો મટે છે.
 • અજમો અને સંચળનું ચુર્ણ ફાકવાથી ગેસ મટે છે.
 • ચીકણી સોપારીનો બે આનીભાર ભુકો મોળા મઠામાં સવારે લેવાથી ગેસ મટે છે.
 • લીંબુના રસમાં મૂળાનો રસ મેળવી પીવાથી જમ્યા પછી થતો દુઃખાવો અને ગેસ મટે છે.
 • કોકમનો ઉકાળો કરી તેમાં થોડું મીઠું નાખી પીવાથી પેટનો વાયુ અને ગોળો મટે છે.
 • સાકર અને ધાણાનું ચુર્ણ પાણીમાં પીવાથી પેટની બળતરા મટે છે.
 • જીરૂ અને ધાણા બન્ને સરખા ભાગે લઈ રાત્રે પલાળી રાખી, સવારના ખુબ મસળી તેમાં સાકર નાંખીને પીવાથી પેટની બળતરા મટે છે.
 • ફુદીનાના રસમાં મધ મેળવી લેવાથી પેટનાં દર્દો મટે છે. લાંબા સમયની આંતરડાની ફરીયાદ માટે આ ઉત્તમ ઈલાજ છે.
 • ઉકળતા પાણીમાં સુંઠનું ચુર્ણ નાંખી તેને ઢાંકી ઠંડુ થયા બાદ ગાળી તેમાંથી પાંચ ચમચી જેટલું પીવાથી પેટનો આફરો, પેટનો દુઃખાવો મટે છે આ પાણીમાં સોડા બાયકાર્બ (ખાવાનો સોડા) નાખી દિવસમાં બે-ત્રણ વાર પીવાથી ખરાબ ઓડકાર અને પેટમાં રહેલો વાયુ મટે છે.
 • એક રૂપીયાભર તલનું તેલ અને ૦| તોલો હળદર મેળવીને લેવાથી પેટની ચુંક મટે છે.
 • રાઈનું ચુર્ણ થોડી સાકર સાથે લેવાથી અને ઉપરથી પાણી પીવાથી વાયુ અને કફથી થતો પેટનો દુઃખાવો મટે છે.
 • હીંગ, સુંઠ મરી, લીંડીપીપર, સિંધવ, અજમો, જીરૂ શાહજીરૂ આ આઠ ચીજો સરખે ભાગે લઈ ચુર્ણ બનાવી (જેને હિંગાષ્ટ ચુર્ણ કહેવામાં આવે છે. જે દુકાને પણ મળે છે) લેવાથી પેટના દર્દો મટે છે.
 • સાકરવાળા દૂધમાં એક થી બે ચમચી દીવેલ નાંખી દિવસમાં બે વાર પીવાથી પેટના અનેક જાતના દર્દો મટે છે.
 • સવારના પહોરમાં મધ સાથે લસણ ખાવાથી પેટનું ચુંક મટે છે અને જેમનો જઠરાગ્ની મંદ પડી ગયો હોય તો તે પ્રજ્વલીત બને છે.
 • રાઈનું ચુર્ણ પાણી સાથે લેવાથી પેટની ચુંક અને અજીર્ણ મટે છે.
 • અજમો, સિંધવ અને હિંગ વાટી તેની ફાકી મારવાથી ગોળો મટે છે.
 • આદુનો રસ, લીંબુનો રસ અને મીઠું મેળવીને પીવાથી પાચનક્રીયા બળવાન બને છે.
 • એલચી, ધાણાનું ચુર્ણ ચાર થી છ રતીભાર અને શેકેલી હીંગ એક રતીભાર લઈ લીંબુના રસમાં મેળવીને ચાટવાથી વાયુ, પેટનો દુઃખાવો અને આફરો મટે છે.
View : 4250

Comments

 • કૃણાલ18/06/2018Mithun rasi ma k par thi name
 • Manu Rathwa 15/06/201815-06-2018 ના રોજ સવારે 7:35 AM સમય પર છોકરીનો જન્મ થયો છે તો રાશિ કયી આવશે
 • Yogesh15/06/2018૧૩/૬/૧૮/ રાત્રે ૧૦:૫૨ જન્મ થયો રાશી કઈ
 • Jagdish15/06/201814.6.2018 time.7 babo Kai Rashi ave
 • અંકિત08/06/2018Ankit
 • VISHAL CHUDASAMA 07/06/20185.6.2018 મા કઇ રાશી આવે
 • રવિ07/06/2018ધન રાશિ પરથી છોકરી ના નામ જણાવો
 • મનિષ07/06/2018જન્મ ૫/૬/૧૮નારોજ ૬:૪૧ સવારે રાશિ કયી રાખવી
 • Nakul07/06/201826/05/18 time 03:17 baby girl
 • raju desai 04/06/201829/05/2018 time 12:50 my new babe konsi rashi ayegi
 • Visitor's Name
 • Email ID
 • Mobile No
 • Comment

Though of the day

 • વિશ્વાસ પામવો અને તેને અંત શુધી ટકાવી રાખવો તે અતિ જરૂરી તો છે જ, પણ કોનો અને કેવા સંજોગો માં, તે પણ ધ્યાન માં રાખવું અતિ જરૂરી છે