અક્કલ…..

  • લવ મેરેજ v/s એરેન્જ મેરેજ

    દિનેશ રમેશને – તું લવ મેરેજ કરીશ કે એરેન્જ મેરેજ ?
    રમેશ- મને તો આ પ્રશ્ન પર જ હસું આવે છે. આ તો એજ રીતે છે કે કોઈ પૂછે કે તું આત્મહત્યા કરીશ કે તને ફાંસીએ લટકાવી દેવામાં આવે.

જીવજંતુના ડંખ / Insects Bite (Jivjantuna Dankh)

  • મધમાખીના ડંખ ઉપર મીઠું ચોપડવાથી પીડા મટે છે.
  • મધમાખીના ડંખ ઉપર તપકીર અથવા ઝીણી કરેલી તમાકુ ચોપડવાથી પીડા મટે છે.
  • મધમાખીના ડંખ ઉપર સુવા ને સિંધવ મીઠું પાણી સાથે વાટી ચોપડવાથી પીડા મટે છે.
  • મધમાખીના ડંખ ઉપર મધ ચોપડવાથી અને મધ પીવાથી પીડા મટે છે.
  • ભમરીના ડંખ ઉપર કાંદાનો રસ ચોપડવાથી પીડા મટે છે.
  • કાનખજુરાના ડંખ ઉપર ગોળ બાળીને ચોપડવાથી પીડા મટે છે.
  • કાનખજુરાના ડંખ ઉપર કાંદો અને લસણ વાટીને ચોપડવાથી ઝેર ઉતરી જાય છે.
  • કાનખજુરો કાનમાં ગયો હોય તો સાકરનું પાણી કરી કાનમાં નાખવાથી કાનખજુરો નીકળી જશે અને આરામ થશે.
  • કાનખજુરો, બગાઈ જેવા જીવજંતુ કાનમાં ગયા હોય તો મધ અને તેલ ભેગા કરી કાનમાં નાખવાથી નીકળી જશે અને આરામ મળશે.
  • કોઈપણ ઝેરી જીવજંતુ કરડ્યું હોય તો તરત જ તુલસીના પાનને પીસીને તે ડંખ ઉપર મસળવાથી ઝેરની અસર નાબુદ થાય છે.
  • કોઈપણ ઝેરી જીવજંતુના ડંખ ઉપર મીઠા લીમડાના પાન વાટીને ચોપડવાથી ડંખની પીડા અને સોજો ઉતરે છે અને ઝેરની અસર નાબુદ થાય છે.
  • કોઈપણ જીવજંતુના ડંખ ઉપર હળદર ઘસીને સહેજ ગરમ કરી ચોપડવાથી પીડા મટે છે.
  • વીંછીના ડંખ ઉપર કાંદો કાપી બાંધવાથી વીંછીનું ઝેર ઉતરે છે.
  • વીંછી કરડ્યો હોય તો સુંઠને પાણીમાં ઘસી સુંઘવાથી વીંછીનું ઝેર ઉતરે છે.
  • વીંછી કરડ્યો હોય તો ફુદીનાનો રસ પીવાથી કે ફુદીના પાન ખાવાથી ઝેર ઉતરે છે.
  • વીંછીના ડંખવાળો ભાગ મીઠાના પાણીથી વારંવાર ધોવાથી તથા સહેજ મીઠું નાખેલા પાણીના ટીપાં બંને આંખોમાં નાખવાથી વીંછીનું ઝેર ઉતરે છે.
  • તાજણીયાનો રસ સાકર સાથે પીવાથી વીંછીનું ઝેર ઉતરે છે.
  • આમલીનો ચીંચોડો સફેદ થાય ત્યાં સુધી પાણીમાં ઘસી એ સફેદ થયેલો ચીંચોડો વીંછીના ડંખ ઉપર ચોટાડવાથી ઝેર શોષી લે છે અને પોતાની મેળે ખરી પડે છે અને વીંછીનું ઝેર ઉતરે છે.
  • મચ્છરોના કે કીડી-મકોડાના ડંખ ઉપર લીંબુનો રસ ચોપડવાથી પીડા મટે છે.
  • કીડી-મકોડાના ડંખ ઉપર લસણનો રસ લગાડવાથી પીડા મટે છે.
  • ગરોળી કરડે તો સરસીયું તેલ અને રાખ મેળવીને ચોપડવાથી ઝેર મટે છે.
  • મચ્છરના ડંખ ઉપર ચુનો લગાડવાથી પીડા મટે છે.
  • ઉંદર કરડ્યો હોય તો ખોરૂ કોપરુ મૂળાના રસમાં ઘસી ચોપડવાથી પીડા મટે છે.
  • સાપ કરડે ત્યારે દસ થી વીસ તોલા ચોખ્ખું ઘી પીવું પછી પંદર મિનીટ પછી નવશેકું પાણી પી શકાય એટલું પીવાથી ઉલ્ટી થઈને ઝેર બહાર નીકળી જશે.
  • વાંદરો કરડ્યો હોય તો ઘા ઉપર કાંદો અને મીઠું પીસીને ચોપડવાથી આરામ થાય છે.
  • સાપ કે વીંછી કરડ્યો હોય તો તેના ડંખ ઉપર લસણ વાટીને ચોપડવાથી અને લસણનો બે ચમચી જેટલો રસ મધમાં મેળવીને ચાટવાથી તરત રાહત થાય છે અને ઝેર ઉતરે છે.
View : 3108

Comments

  • Amit Kamli20/11/2018મ ટ પર થી છોકરા ના નામ
  • કનક જે જાલા18/11/2018ગ સ શ
  • Rahul panchal16/11/20187801811141
  • ખજ15/11/2018
  • Ghanshyam 14/11/2018ધન રાશિ પર થી છોકરી ના નવા નામ જણાવો
  • Sanket 14/11/2018R t upar thi nem aapo
  • Parmar rahul11/11/2018 કકૅ રાશિ મા હ ,ડ ,પર થી નામ માય બેબી નામ જણાવો
  • રેનિશ ભાઈ10/11/2018ક અક્ષર ના છોકરા નુ નામ આપો જન્મ તારીખ 30/10/18 સમય 17:05
  • nayan akabari10/11/2018અ લ ઈ પર થી નામ
  • દિનેશ ગામોટ05/11/2018 હ કકૅ રાશી છોકરા ના નામ આપો
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • બીજાનીઓની આપણે જે સેવા કરીએ છીએ તે ખરેખર તો આ પૃથ્વી ઉપરનાં આપણા રહેઠાણનું ભાડું છે.