ચામડીના રોગો / Skin Diseases (Chamadina rogo)

  • ગ્લીસીરીન, ગુલાબજળ અને લીંબુનો રસ સરખે ભાગે લઈ શીશીમાં ભરી રાખો આ મિશ્રણથી માલીસ કરવાથી ચામડી સાફ બનશે. હાથ-પગમાં ચીરા પડ્યા હોય તે મટે છે.
  • મૂળાના રસમાં થોડું દહીં મેળવી ચહેરા ઉપર લગાડવાથી ચહેરો સુંવાળો ચમકીલો બને છે.
  • એક ડોલ ગરમ અથવા ઠંડા પાણીમાં એક લીંબુ નીચોવી તેનાથી સ્નાન કરવાથી ચામડી સુંવાળી થાય છે અને ચામડીમાં ચમક આવે છે.
  • કારેલાના પાનનો રસ ચોપડવાથી ચામડીના બહુ જુના કોઈ પણ રોગ મટે છે.
  • તલના તેલને સહેજ ગરમ કરી રોજ માલીસ કરવાથી ફીકી ચામડી ચમકતી થાય છે.
  • કકડીને ખમણી તેનો રસ ચોપડવાથી ચીકાશવાળી તેમ જ ચીમળાયેલી ચામડી સુંવાળી બને છે.
  • હાથ કે પગની ચામડી ફાટે ત્યારે વડનું દૂધ લગાડવાથી જલ્દી મટે છે.
  • સંતરાની છાલને સુકવી તેનો પાવડર કરી ગુલાબજળમાં મેળવી તેને મોં પર લગાડી અર્ધો કલાક રહેવા દઈ પછી ધોવાથી ચામડી મુલાયમ બનશે અને ડાઘા નીકળી જશે અને ચહેરાની કરચલી નીકળી જશે.
  • હાથ કે પગમાં ચીરા પડ્યા હોય, અળાઈ થઈ હોય તો એક ભાગ લીંબુનો રસ તેનાથી ત્રણ ગણું તલનું તેલ અથવા કોપરેલ મેળવી લગાડવાથી રાહત થાય છે.
  • ચણાના લોટમાં પાણી અને થોડું ઘી મેળવી શરીર પર અને મોં પર માલીશ કરવાથી ચામડી ગૌર વર્ણની અને તેજસ્વી બને છે.
  • દાઝી ગયેલી ચામડી પર સફેદ ડાઘ રહી જાય છે તેના ઉપર રૂને મધમાં ભીંજાવી પાટો બાંધવાથી ડાઘ નીકળી જાય છે.
  • દૂધ અને દિવેલને સરખે ભાગે લઈ નિયમીત શરીરે માલીસ કરવાથી શરીર પરથી કરચલી દૂર થાય છે.
  • લીમડાના સો પાન લઈ તેનું ચુર્ણ રોજ ૬ મહિના સુધી લેવાથી સફેદ કોઢ મટી જાય છે.
  • રોજ સવારે બબ્બે તોલા મધ, ઠંડા પાણીમાં મેળવી પીવાથી ચામડીના રોગો જેવા કે દાહ, ખંજવાળ, ફોલ્લી મટે છે.
  • ચોખાના ધોવાણમાં થોડીક હળદર મેળવીને ચહેરા પર શરીર પર માલીસ કરવાથી અને પછી સ્નાન કરવાથી શરીર અને ચહેરાની સુંદરતા વધે છે.
  • દૂધની મલાઈનો લેપ સ્નાન કરવા પહેલાં અર્ધા કલાક અગાઉ ચહેરા પર કરવો, સુકાયા બાદ મોં પર હાથથી માલીસ કરવું જેથી બધે મલાઈ ચહેરાનો મેલ લઈ પોપડા થઈ ઉખડી જશે અને ચામડી ગોરી તકતકતી અને લીસી બનશે.
  • બટાટાની છાલને શરીર પર ઘસવાથી ચામડી સુંવાળી થાય છે.
  • રસ કાઢી લીધેલા લીંબુના ફાડીઆ ચહેરા પર ઘસવાથી ચામડી સહેજ તમતમે છે, પરંતુ ચહેરાની લાલી એકદમ આવે છે. થોડી વાર મોં પર છાલ ઘસી પછી ઠંડા પાણીએ મોં ધોઈ નાખવું, તેથી પસીનાના મેલથી બંધ થયેલા ચામડીના છીદ્રો ખુલ્લા થઈ જાય અને ચહેરા પર લોહી ફરવા લાગે અને લાલી આવે છે.
  • જેનો રંગ શામળો હોય, મોં દેખાવડું ન હોય તે જો આમળાના ચુર્ણને હળદર પાવડર સાથે મેળવી દૂધમાં કાલવી સ્નાન કરતી વખતે મોં પર ઘસીને ચોળે તો તેનાથી લાંબા સમયે દેખાવડા થાય છે.
  • ગરમ પાણીમાં આમળાનો ભુકો નાંખી ઉકાળી તે પાણીથી સ્નાન કરવાથી ચામડી મુલાયમ બને છે.
  • દૂધમાં લીંબુનો રસ મેળવી સવાર-સાંજ ચહેરા પર માલીસ કરવાથી ચહેરો સ્વચ્છ કોમલ અને ચમકદાર બને છે. આખા શરીરે માલીસ કરવાથી શરીર તંદુરસ્તીભર્યું બને છે.
  • એક શેર પાણીને ઉકાળી ૦| શેર બનાવી દીધા બાદ તેમાં સરખે ભાગે ગ્લીસીરીન અને લીંબુનો રસ નાંખી એક શીશીમાં ભરી રાખવું અને ખુબ હલાવી એક સરખું મિશ્રણ કરવું. આનાથી દિવસમાં બે-ત્રણ વાર મોં પર માલીસ કરવાથી મોં પરના ડાઘા અને મેલ નીકળી જાય છે. ઠંડીમાં આ મિશ્રણથી ચામડી તરડાટી નથી અને ગરમીમાં એનાથી ઠંડક રહે છે, આ મિશ્રણથી સ્નો વાપરવાથી જરૂર પડતી નથી.
  • કેટલાકને ચહેરો સુગંઘીત બનાવવા સ્નો વાપરવાની ટેવ હોય છે. તેને બદલે સ્નાન કર્યા બાદ બે ટીપાં સુખડના તેલના મોં પર ઘસવાથી સુગંધ આવે છે અને ચામડીને ઠંડક આપે છે.
  • અળાઈ થઈ હોય તો હરડે અને ફટકડીનું પાણી બનાવી તે અળાઈ પર રોજ લગાડવાથી તરત ફાયદો થાય છે.
  • શિયાળામાં હાથ-પગની આંગળીઓની વચ્ચે ચળ અને ચામડીમાં ચીરા પડે તો ઘઉંના ભુસામાં એક ચમચી મીઠું નાખીને પાણી નવશેકુ ગરમ કરી આ પાણીમાં હાથ-પગ રાખીને શેક કરવાથી ચળ મટી જાય છે. 
View : 7169

Comments

  • નરવત16/12/2018હ...ઙ...અક્ષર પરથી છોકરીનુ નામ આપો.
  • Paresh Kakadiya 16/12/2018કુંભ રાશિ નવુ નામ આપો
  • Jagdishsankhat9898@gmail.com15/12/2018Ha moj
  • Niravbhai 14/12/2018Please new name
  • 973745754614/12/2018ઘન રાશી પર થી નામ
  • Kalubha14/12/2018Dhan rasi
  • BALDEV DESAI13/12/2018સિંહ રાશી ઉપર નામ(છોકરા) માટે
  • 12/12/2018Dhan rashi
  • parmar10/12/2018હ સે શુરુ હોને વાલા નામ બતાયે
  • Nayana Mehta10/12/2018Nice story
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • મારા જેવા અનેકનો ભલે ક્ષય થાઓ ,પણ સત્ય નો સદા જાય થાઓ.-મહાત્મા ગાંઘી.
    11/10/2011