ખીલ / Pimples (Khil) નો ઉપચાર

  • મૂળાના પાનનો રસ ચોપડવાથી અઠવાડીયામાં ખીલ મટે છે.
  • જાંબુના ઠળીયાને પાણીમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.
  • દુધની મલાઈ સાથે મીંઢળ ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.
  • જાયફળને દુધની મલાઈમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.
  • નારંગીની છાલ ઘસવાથી ખીલ મટે છે.
  • લીલા નારીયેરનું પાણી રોજ પીવાથી અને થોડાક પાણીમાં મોં ધોવાથી ખીલ મટે છે.
  • છાશ વડે મોં ધોવાથી ખીલના ડાઘા, મોં પરની કાળાશ દૂર થાય છે.
  • રાત્રે સુતી વખતે ગરમ પાણીમાં મોઢું ધોવું પછી ચારોળીને દૂધમાં ઘસી લેપ બનાવી મોઢા પર લગાવી સૂઈ જવું, સવારના સાબુથી મોં ધોવુ આ પ્રયોગથી ખીલ મટે છે.
  • નાળીયેરનું દૂધ, કાળીજીરી સાથી મેળવી લસોટી ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.
  • કાચા પપૈયાને કાપવાથી જે દૂધ જેવો પ્રવાહી નીકળે તે ખીલ ઉપર દરરોજ થોડા દિવસ લગાડવાથી ખીલ કાયમ મટે જડમૂળથી મટી જશે.
  • ખુબ પાકી ગયેલા પપૈયાને છોલીને, છુંદીને તેની માલીસ મોઢા પર કરવી, પંદર વીસ મીનીટ પછી તે સુકાઈ જાય ત્યારે પાણીથી ધોઈ નાંખવું અને જાડા ટુવાલ વડે મોઢાને સારી રીતે લુછીને જલ્દી કોપરેલ લગાડવું, એક અઠવાડીયા સુધી આ રીતે કરવાથી મોઢા પરના ખીલ, ડાઘ મટે છે મોઢાની કરચલીઓ અને કાળાશ મટે છે.
  • તુલસીના પાનના રસમાં લીંબુનો રસ અથવા આદુનો રસ ઉમેરી મોઢા ઉપર લગાડવાથી અને સુકાઈ જાય પછી પાણીથી ધોઈ નાંખવાથી મોઢા પરના કાળા ડાઘ મટે છે.
  • પાકા ટમેટાને કાપીને તેની ચીર ખીલ ઉપર ધીરે ધીરે લગાડીને થોડીવાર સુકાવા દો ત્યાર બાદ સહેજ ગરમ પાણીથી સાફ કરવાથી ખીલ મટે છે.
  • લોબાન, સુખડ અને આમળાનો પાવડર મોઢા ઉપર ચોપડીને થોડા સુકાયા બાદ, લીમડાના પાન નાખી પાણીથી ધોવાથી ખીલ મટે છે.
  • કાચી સોપારી અથવા જાયફળને પાણીમાં ઘસીને લગાડવાથી ખીલ મટે છે. 
View : 11116

Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • જે મારા ભાગ્યમાં છે એને દુનિયાની કોઈ તાકાત છીનવી નહી શકે આ શ્રદ્ધા જીવનને સફળ બનાવશે