અક્કલ…..

  • બબિતાનો ભાયડો !

    બબિતાને લઇને જેઠાલાલના દિમાગમાં એક જ કાંટો હતો- ઐયર. જ્યારે પણ જેઠાલાલ બબિતા સાથે વાત કરવાનો મેડ પાડવાની કોશિષ કરે, ઐયર ગમે ત્યાંથી ટપકી પડતો, અને જેઠાલાલના પ્લાન પર પાણી ફરી જતુ. તેથી ઐયરનો બદલો લેવાનું જેઠાલાલે નક્કી કર્યુ. મગજમાં, ''ક્યા કરું....ક્યા કરુ...'' વિચારતા વિચારતા, જેઠાલાલના દિમાગમાં એક આઇડિયા આવ્યો.

    એક દિવસ બબિતા અને ઐયર સોસાયટી કમ્પાઉન્ડમાં જેઠાલાલને મળી જાય છે, તો જેઠાલાલ બબિતાને કહે છે,

    ''બબિતાજી, મારે ઐયર ભાઇને 1000 રૂપિયા આપવા છે, પણ એક નાની શરત છે. હું 1000 રૂપિયા નીચે પાડીશ, અને ઐયરભાઇ તે ઉપાડે ત્યાં સુધી હું માત્ર પાછળ ટાપલી મારીશ..ઐયરભાઇને કહો, 'ભાયડા' હોય તો આવે મેદાનમાં..''

    ઐયરને લાગ્યુ આમાં જરુર જેઠાલાલની કોઇ ચાલ છે. પણ છતાય મર્દાનગીનો સવાલ હતો તેથી ઐયર વિચારમાં પડી ગયો. બબિતાએ ઐયરને કાનમાં કહ્યુ,

    ''અરે નીચેથી 1000 રૂપિયાની નોટ ઉપાડતા કેટલી વાર લાગે! હજુ જેઠાલાલ ટાપલી મારે તે પહેલાજ તમે ઉપાડી લેશો. પછી તો રૂપિયા તમારાજ છે ને. એ પણ મફતમાં. આવી નાની બાબતમાં જો તમારી મર્દાનગી લાજે તો હું કેમ જીવી શકુ. તમે હા પાડી દો. કંઇ નહી થાય.એ ટાપલી મારે તે પહેલા તો રૂપિયા તમારા હાથમાં હશે!''

    બબિતાની ઇમોશનલ અને પ્રેરણાદાયક વાણી સાંભળીને ઐયરે પણ ચેલેન્જ સ્વીકારી લીધી. જેઠાલાલ ઐયરને ઉપર ઘરે લઇ ગયો અને તેના રૂમમાં ચાલ્યા ગયા..

    અડધો કલાક રહીને ઐયર ઘરે પાછળ હાથ ઘસતો ઘસતો દુ:ખી ચહેરા સાથે આવ્યો. તે પરસેવે રેબઝેબ અને દર્દથી કણસતો હતો, અને જેઠાલાલને ગાળો ભાંડતો હતો. ''મૈ જેટાલાલકો ચોળુંગા નહી..'' કરતો બબડતો હતો..

    આશ્વર્યચકિત થઇને બબિતાએ પૂછ્યુ

    ''ઐયર આ શું થયુ ??''

    ઐયરે કહ્યુ,

    ''અરે બબિતા, જેઠાલાલે ચીટીંગ કરી છે. તે સાલાએ તો 1000ના છુટ્ટા નીચે ફેંક્યા. હું વીણતો રહ્યો, અને તે મને પાછળ તડાકા મારતો જ રહ્યો..હાય રે..બહુ દુખે છે.. ''

કમળો / Jaundice (Kamlo)નો ઉપચાર

  • મધ સાથે ગાજરનો રસ પીવાથી કમળો મટે છે.
  • મધમાં પાકા કેળાં ખાવાથી કમળો મટે છે.
  • આદુનો રસ અને ગોળ ખાવાથી કમળો મટે છે.
  • સુંઠ અને ગોળ ખાવાથી કમળો મટે છે.
  • સફેદ કાંદો, ગોળ અને થોડી હળદર મેળવી સવાર, સાંજ ખાવાથી કમળો મટે છે.
  • હળદરનું ચૂર્ણ એક તોલો ચાર તોલા જેટલા દહીંમાં લેવાથી કમળો મટે છે.
  • હળદરનું ચૂર્ણ તાજી છાશમાં નાંખીને સવાર સાંજ પીવાથી કમળો અઠવાડિયામાં મટે છે.
  • શેરડીને રાત્રે ઝાકળમાં રાખી સવારે તેને ચુસીને ખાવાથી કમળો મટે છે.
  • લીંબુની ચીર ઉપર સોડા બાયકાર્બ (ખાવાનો સોડા) નાંખીને સવારના પહોરમાં ચુસવાથી કમળો મટે છે.
  • ૧૦૦ થી ૨૦૦ ગ્રામ દહીમાં ૨ થી ૪ ગ્રામ પાપડખાર મેળવીને વહેલી સવારે નરણે કોઠે લેવાથી ૩ દિવસમાં કમળો મટે છે.
  • ગાજરનો ઉકાળો પીવાથી કમળામાં આવેલી અશક્તિ અને લોહીની ઓછપ દૂર થાય છે.
  • કળીયાતું બે ચમચી અને સાકર દોઢ ચમચી ફાકવાથી કમળો મટે છે.
  • લીમડાના પાનનો રસ તથા મધ સવારના નરણા કોઠે પીવાથી કમળો મટે છે.
  • હીંગને પાણીમાં ઘસીને આંખમાં લગાડવાથી કમળો મટે છે.
  • કમળામાં ભુખ ન લાગતી હોય તો બે ચમચી આદુનો રસ અને અડધી ચમચી ત્રિફળા ચૂર્ણ સાથે દિવસમાં બે વાર લેવાથી ભુખ લાગશે.
  • અરીઠાનું પાણી નાકમાં નાખવાથી કમળો મટે છે.
View : 11092

Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • વિવેક માનવીનો સૌથી મોટો મિત્ર છે