ઉલટી / (Vomiting)નો ઉપાય

  • ફુદીનાનો રસ પીવાથી ઉલટી મટે છે.
  • રાઈને ઝીણી વાટી, પાણીમાં પલાળી, પેટ ઉપર લેપ કરવાથી ઉલટી મટે છે.
  • મરી અને મીઠું વાટીને ફાકવાથી ઉલટી મટે છે.
  • ગોળને મધમાં મેળવીને લેવાથી ઉલટી મટે છે.
  • આદુનો રસ અને કાંદાનો રસ મેળવીને પીવાથી ઉલટી મટે છે.
  • સુંઠ અને ગંઠોડાનું ચુર્ણ મધમાં ચાટવાથી ઉલટી મટે છે.
  • મીઠા લીમડાના પાનનો ઉકાળો પીવાથી ઉલટી મટે છે.
  • તાજનો ઉકાળો પીવાથી ઉલટી મટે છે.
  • લીંબુ કાપી તેના પર ખાંડ ભભરાવીને ચુસવાથી અન્ન વિકારથી થતી ઉલટી મટે છે.
  • શેરડીનો રસ પીવાથી પીત્તની ઉલટી મટે છે.
  • તુલસી અને આદુનો રસ મધ સાથે લેવાથી ઉલટી મટે છે.
  • એલચી અને તુલસીના પાન ખાવાથી ઉલટી મટે છે.
  • એલચીના દાણા વાટીને ફાકી મારવાથી અથવા મધમાં ચાટવાથી જીવ ડહોળાતો હોય કે ઉલટ થાય એવું લાગતું હોય તો તે મટે છે.
  • લીંબુ કાપી તેના ઉપર સુંઠ, સિંધવ મીઠું નાંખી ગરમ કરી ચુસવાથી અજીર્ણની ઉલટી મટે છે.
  • એક એક તોલો દ્રાક્ષ અને ધાણા વાટી પાણીમાં એક રસ કરી પીવાથી પીત્તની ઉલટી મટે છે.
  • આમલીને પાણીમાં પલાળીને તેનું પાણી એક કલાક પછી પીવાથી પીત્તની ઉલટી મટે છે.
  • કાંદાનો રસ થોડા પાણીમાં પલાળી તેનું પાણી ગાળીને પીવાથી પીત્તની ઉલટી મટે છે.
  • ચોખાના ધોવાણમાં જાયફળ ઘસીને પીવાથી ઉલટી-ઉબકા મટે છે.
  • મમરાનો ઉકાળો બનાવી તેમાં ૨-૪ એલચી, ૨-૩ લવિંગ તથા સાકર નાખી, ૫-૭ ઉભરા આવવા દઈ ઉતારીને ઠંડુ પાડી લો, તે પાણી ગાળીને ૧-૨ ચમચી લીંબુ નીચોવીને અથવા બરફનો ટુકડો નાંખી પીવાથી ઉલટી મટે છે.
  • અર્ધો કપ ગરમ પાણીમાં ૧ ગ્રામ ખાવાનો સોડા નાંખી પીવાથી ઉલટી મટે છે.
  • ગાડી કે મોટર બસની મુસાફરીમાં ચક્કર આવે અથવા ઉલટી થવા માંડે ત્યારે મોંમા લવીંગ અથવા તજ રાખી ચુસવાથી ચક્કર અને ઉલટી મટે છે.
View : 4601

Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • કોઈ તમારા પર આંધળો વિશ્વાસ રાખે , ત્યારે સાબિત નાં કરતા કે તે ખરેખર અંધ છે.