અશક્તિ – નબળાઈ / Weakness (Ashakti)નો ઉપચાર

  • ગાજરનો રસ પીવાથી શરીરમાં સારી શક્તિ આવે છે. જેને અશક્તિ રહેતી હોય તેને ગાજરનો રસ ખુબ ફાયદાકારક થાય છે.
  • જમ્યા પછી ત્રણ ચાર કેળાં ખાવાથી અશક્તિ દૂર થાય છે.
  • એક કપ દૂધમાં એક ચમચી મધ નાંખી પીવાથી અશક્તિ દૂર થાય છે.
  • અંજીરને દૂધમાં ઉકાળીને અંજીર ખાઈ તે દૂધ પીવાથી શક્તિ આવે છે, લોહી વધે છે.
  • ખજુર ખાઈ ઉપરથી ઘી મેળવેલું ગરમ દૂધ પીવાથી ઘા વાગ્યાથી કે ઘામાંથી પુષ્કળ લોહી વહી જવાથી આવેલી નબળાઈ અશક્તિ દૂર થાય છે.
  • સફેદ કાંદો ચોખ્ખા ઘીમાં શેકીને ખાવાથી શારીરિક નબળાઈ, ફેફસાની નબળાઈ, ધાતુની નબળાઈ દૂર થાય છે.
  • મોસંબીનો રસ પીવાથી શરીરની નબળાઈ દૂર થાય છે.
  • પાંચ પેસી ખજુર ઘીમાં સાંતળીને ભાત સાથે ખાવાથી અને અર્ધો કલાક ઊંઘ લેવાથી નબળાઈ દૂર થઈ શક્તિ અને વજન વધે છે.
  • એક સુકું અંજીર અને પાંચ દસ બદામ અને સાકર દૂધમાં ઉકાળી પીવાથી લોહીની શુદ્ધિ થઈ ગરમી મટી શરીરમાં શક્તિ વધે છે.
  • દૂધમાં બદામ, પીસ્તા, એલચી, કેસર અને ખાંડ નાંખી ઉકાળીને પીવાથી ખુબ શક્તિ આવે છે.
  • ચણાના લોટનો મગજ, મોહનથાળ અથવા મૈસુર બનાવીને રોજ ખાવાથી તમામ પ્રકારની નબળાઈ દૂર થાય છે અને શક્તિ આવે છે.
  • ફણગાવેલા ચણા રોજ સવારે ખુબ ચાવીને ખાવાથી શરીર બળવાન અને પુષ્ટ બને છે. કિમતી દવાઓ કરતાં આ ઉપાય સસ્તો અને સચોટ છે. પણ ચણા માફકસર ખાવા.
  • ઘીમાં શેકેલા કાંદા સાથે શીરો ખાવાથી માંદગીમાંથી ઉઠ્યા પછી આવેલી અશક્તિ દૂર થઈ જલ્દી શક્તિ આવે છે.
  • મેથીના કુમળા પાનનું શાક બનાવીને ખાવાથી લોહીનો સુધારો થઈ શક્તિ આવે છે.
  • સુકી ખારેકનું ૨૦૦ ગ્રામ ચુર્ણ બનાવી તેમાં ૨૫ ગ્રામ સુંઠનું ચુર્ણ નાંખી બાટલી ભરી દેવી તેમાંથી ૫ થી ૧૦ ગ્રામ ચુર્ણ ૨૦૦ ગ્રામ દુધમાં ઉકાળી તેમાં જરૂર જેટલી ખાંડ નાંખી રોજ સવારે પીવાથી શક્તિ આવે છે.
View : 3438

Comments

  • નરવત16/12/2018હ...ઙ...અક્ષર પરથી છોકરીનુ નામ આપો.
  • Paresh Kakadiya 16/12/2018કુંભ રાશિ નવુ નામ આપો
  • Jagdishsankhat9898@gmail.com15/12/2018Ha moj
  • Niravbhai 14/12/2018Please new name
  • 973745754614/12/2018ઘન રાશી પર થી નામ
  • Kalubha14/12/2018Dhan rasi
  • BALDEV DESAI13/12/2018સિંહ રાશી ઉપર નામ(છોકરા) માટે
  • 12/12/2018Dhan rashi
  • parmar10/12/2018હ સે શુરુ હોને વાલા નામ બતાયે
  • Nayana Mehta10/12/2018Nice story
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • શિક્ષણ માટે કરેલ ખર્ચ એ બાળક માટે ભવિષ્ય નું મૂડી રોકાણ છે.