અક્કલ…..

  • વિકાસ

    એક નેતા એક ગામમાં ગયા તેઓ એક સ્ત્રી પાસે ગયા.
    નેતા - હવે હું આવી ગયો છુ, ચિંતા ન કરશો આ વખતે વિકાસ થશે
    સ્ત્રી - 5 વર્ષ પહેલા પણ આવ્યા ત્યારે તમે આવું જ કહ્યુ હતુ.. પણ વિકાસ નહી વિમલા થઈ હતી.

અજીર્ણ – ભુખ ન લાગવી / Indigestion (Ajirn)

  • લીંબુ કાપી તેની ઉપર સિંધવ મીઠું ભભરાવી જમવા પહેલા ચુસવાથી અજીર્ણ મટે છે.
  • જમવા પહેલા આદુનો કચુંબર સહેજ સિંધવ મીઠું નાંખીને ખાવાથી અજીર્ણ મટે છે અને ભુખ સારી લાગે છે.
  • ફુદીનાનાં રસમાં સંચળ મેળવી ચાટવાથી અજીર્ણ મટે છે.
  • અર્ધી ચમચી અજમો, ચપટી સિંધવ મીઠું, લીંબુના સરબતમાં મેળવીને પીવાથી અજીર્ણ મટે છે.
  • એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક ચમચી આદુનો રસ અને બે ચમચી મધ મેળવીને પીવાથી અજીર્ણ મટે છે.
  • ભુખ લાગતી ન હોય કે ભુખ મરી ગઈ હોય તો દિવસમાં બે વાર અર્ધી ચમચી અજમો ચાવીને ખાવાથી ભુખ ઉઘડશે.
  • રાઈનું ચુર્ણ પાણી સાથે લેવાથી અજીર્ણ મટે છે.
  • પાકા અનાનસના કકડા કરી તેની ઉપર મરી અને સિંધવ ભભરાવી ખાવાથી અજીર્ણ મટે છે.
  • ચણા જેટલી હીંગ ઘી સાથે લેવાથી અજીર્ણ મટે છે.
  • સુંઠ, મરી, પીપર અને સિંધવ મીઠું સરખે ભાગે લઈ તેનું ચુર્ણ છાસમાં પીવાથી અજીર્ણ મટે છે.
  • કાંદાના રસમાં શેકેલી હીંગ અને મીઠું મેળવીને પીવાથી આફરો મટે છે.
  • લસણની કળી તેલમાં કકડાવીને ખાવાથી અથવા લસણની ચટણી બનાવીને ખાવાથી અરૂચી મંદાગ્ની મટે છે.
  • કોકમનો ઉકાળો કરી ઘી નાંખી પીવાથી અજીર્ણ મટે છે.
  • મેથી અને સુવા સરખે ભાગે લઈ બંનેને શેકી, અધકચરા ખાંડી તેમાંથી અર્ધો અર્ધો તોલો ફાકવાથી આફરો, ખાટા ઘચરકા અને ઓડકાર મટે છે.
  • પેટમાં ખુબજ આફરો થયો હોય અને પેટ ઢોલ જેવું હોય અને પેટમાં દુઃખાવો થતો હોય તો ડુંટીની આજુબાજુ અને પેટ ઉપર હિંગનો લેપ કરવાથી તરત આરામ થાય છે.
  • લસણ, ખાંડ અને સિંધવ સરખે ભાગે મેળવી તેનાથી બમણું ઘી મેળવીને ખાવાથી અજીર્ણ આફરો મટે છે.
View : 5468

Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • એ આંસુ તો ત્યારે આવે છે જયારે કોઈક ને ભૂલી નથી સકતા…..