અક્કલ…..

  • દીકરાની ચાલાકી…

    પપ્પા: રમેશ તારે ૧૦ માં ૬૫ ટકા આવી જશે

    રમેશ : ના પપ્પા ૯૦ ટકા આવી જશે.

    પપ્પા: કોડા મઝાક કરમાં

    રમેશ : પપ્પા શરૂઆત કોને કરી.

અંગ જકડાવાનો ઈલાજ

  • અંગ જકડાઈ ગયું હોય તો રાઈની પોટીસ લગાડવાથી ફાયદો થાય છે.
  • પગના ગોટલા ચઢી જાય તો કોપરેલ તેલ ગરમ કરી માલીસ કરવાથી આરામ થાય છે.
  • સરસીયાના તેલમાં કપુર મેળવી માલીસ કરવાથી દુઃખતા સાંધા, ગરદન જકડાઈ જવી તથા સંધીવાના દર્દમાં આરામ થાય છે.
  • તલના તેલમાં હીંગ અને સૂંઠ નાંખી સહેજ ગરમ કરી, માલીસ કરવાથી કમરનો દુઃખાવો, સાંધાનો દુઃખાવો, શરીરનું જકડાઈ જવું, લકવો વગેરે મટે છે.
  • ધતુરાના પાનનો ૮૦૦ ગ્રામ રસ કાઢી, તેમાં ૧૦ ગ્રામ હળદર અને ૨૫૦ ગ્રામ સરસીયું તેલ નાંખી ગરમ કરી રસ બાળી માત્ર તેલ બાકી રાખો. આ તેલનું માલીસ કરવાથી શરીરના અકડાઈ ગયેલા અંગો છુટા પડી તકલીફ મટે છે.
  • બે નાળીયેરનું કોપરૂ કાઢીને તેના નાના નાના ટુકડા કરી ખાંડી નાખવું, ખાંડેલા કોપરાને વાસણમાં ધીમે ધીમે ગરમ કરવું, તેલ છુટું પડશે. તે તેલ ઠર્યા પછી કપડામાં નીચોવીને ગાળી લેવું બે નાળીયેરનાં નીકળેલા તેલમાં ત્રણ થી ચાર ગ્રામ મરીનું ચુર્ણ અને ત્રણ લસણની કળી વાટીને નાંખવી. આ તેલથી જકડાઈ ગયેલા ભાગ પર હળવા હાથે સવારે અને રાત્રે માલીશ કરવી અને તે પછી ગરમ રેતીનો શેક કરવાથી ખુબ આરામ થાય છે.
  • વાયુ કે કફ દોષથી કમરનો દુઃખાવો કે ડોક જકડાઈ ગઈ હોય તો થોડા પાણીમાં મરચાં નાંખી ઉકાળો કરી, તેમાં કપડું બોળી દર્દવાળા ભાગ પર ગરમ ગરમ પોતા મુકવાથી આરામ મળે છે.
View : 3840

Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • ધરતી એના ખોદનાર ને પાણી આપે છે તો આપને તો માણસ છીએ, આપણું “ખોદે” એને આપણે પ્રેમ ના આપી શકીએ ..???