અક્કલ…..

  • શુ નજર છે !

    પત્ની :- પતિ ને અલા પેલો માનસ ક્યારનો મને જોયા કરે છે.
    પતિ :- પત્ની ને એ તો તને જોવાનોજ એમાં હું કસું કરી સકું તેમ નથી.
    પત્ની :- કેમ
    પતિ :- એ ભંગાર વાળો છે .

મારું ઘર

રોજ મેળો ભરાય મારે મેડે રે સૈ !મારું ઘર તો છલોછલ…

વળી ઉપરથી કોઈ રાગ રેડે રે સૈ ! મારું ઘર તો છલોછલ…

ક્યાંક છમછમ સૂણું તો ક્યાંક વેણુ હવે મીઠું લાગે છે મને મે’ણું કોઈ ગમતીલું રમતીલું છેડે રે સૈ ! મારું ઝાંઝર છલોછલ…

રોજ મેળો ભરાય મારે મેડે…

કોણ આવ્યું ને કોણ નહીં આવ્યું મને એવું ગણતાં ન જરી ફાવ્યું અહીં ટીપું છલકાય આપમેળે રે સૈ ! મારું અંતર છલોછલ…

રોજ મેળો ભરાય મારે મેડે…

મારા મેડા પર આભ ઝૂકી જાતું મને ચાંદરણું લાગ રાતું રાતું હાય ! રાજગરો રાતે છંછેડે રે સૈ ! મારું ભીતર છલોછલ…

રોજ મેળો ભરાય મારે મેડે…

View : 607

Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • ક્ષમાવાન પુરુષને આ લોક અને પરલોક બંને સુખદાયક બને છે. તે આ લોકમાં સન્માન અને પરલોકમાં સદગતિ પામે છે.