જય જય ગરવી ગુજરાત

જય જય ગરવી ગુજરાત

જય જય ગરવી ગુજરાત ! જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પરભાત, ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકીત;

તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત - ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત. ઉત્તરમાં અંબા માત,

પૂરવમાં કાળી માત, છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ- છે સહાયમાં સાક્ષાત

જય જય ગરવી ગુજરાત. નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય. વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;

પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર- સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત. તે અણહિલવાડના રંગ,

તે સિદ્ધ્રરાજ જયસિંગ. તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત- જન ઘૂમે નર્મદા સાથ,

જય જય ગરવી ગુજરાત.

 

-કવિ નર્મદ
View : 5065

Comments

  • Chandresh21/04/2019તુલા રાશિના નામ જણાવો ર,ત
  • Lakhman Khodbhaya 21/04/2019કર્ક રાશિના છોકરા ના નામ જણાવો..?
  • Shailesh parmar20/04/2019Wihet thava mate su karvu
  • જ ખ18/04/2019જ ખ રાશી નામ
  • Kak18/04/2019Kak
  • Hasmukh18/04/2019સિહ રાશિ છોકરાના નામ જણાવો
  • Alpesh 16/04/20199979987025
  • Olakiya Amit14/04/2019Hii
  • Bhara11/04/2019Uuu
  • Kailesh. N05/04/2019મીન રાશિ name
  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • ચોપડીઓ મગજમાં ભરવી એનું નામ વિધા નથી, ચોપડીઓનાં જ્ઞાનને મગજમાં ઉતારવું એ જ સાચી વિધા છે.