અક્કલ…..

  • ચિંતા

    ચિંતા જ્યારે વધી જાય છે ત્યારે તેની શાખા-પ્રશાખા એટલી બધી ફૂટી નીકળે છે કે મગજ તેની સાથે દોડતાં દોડતાં થાકી જાય છે

CBSE બોર્ડ 2018: 10મું પાસ કરવું થયું સહેલું, પરીક્ષાર્થીઓને મળી આ છૂટ

201801Mar
CBSE બોર્ડ 2018: 10મું પાસ કરવું થયું સહેલું, પરીક્ષાર્થીઓને મળી આ છૂટ

સીબીએસઇએ દસમા ધોરણની બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને પાસ થવા માટે મોટી રાહત આપી છે. આ વર્ષે પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પસા થવા માટે હવે નવા નિયમ પ્રમાણે 35ને બદલે 33 માર્ક લાવવા પડશે! એ ઉપરાંત પણ કેટલાક બીજા ફેરફારો કર્યો છે.

સીબીએસઇએ નવા નિયમો દાખલ કર્યા છે, તે મુજબ વિદ્યાર્થીઓએ પાસ થવા માટે દસમાની પરીક્ષામાં 35ને બદલે 33 માર્ક લાવવા પડશે. ઉપરાંત ઇન્ટરનલ એસેસમેન્ટ માર્ક પણ હવે ગણાશે.

મતલબ કે ઇન્ટરનલ એસેસમેન્ટના 20 માર્ક બોર્ડની પરીક્ષાના 80 માર્ક મળીને કુલ 100 માર્કની પરીક્ષા ગણાશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને મંગળવારે આ જાહેરનામું બહાર પાડયું હતું.

આ નિયમ આ વર્ષની પરીક્ષા સાથે અમલી બની જશે. સીબીએસઇના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ નિર્ણય ખાસ વિદ્યાર્થીઓને રાહત આપવા માટે લેવાયો છે.

આ વખતે દસમા ધોરણની બોર્ડની પરીક્ષા 5 માર્ચથી શરૂ થઇ રહી છે અને 8 વર્ષ બાદ આ પરીક્ષાને ફરીથી અનિવાર્ય કરી દેવાઇ છે. સીબીએસઇએ પહેલાં કોમ્પ્રિબેન્સીવ અને કોન્ટીન્યુઅસ ઇવેલ્યુશન (સીસીઇ) સ્કીમની સાથે બોર્ડની પરીક્ષાને ઓપ્શનલ કરી દીધી હતી.

કોઇ પણ વિદ્યાર્થીનું એડમીટ કાર્ડ શાળા રોકી ન શકે : સીબીએસઇ કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડે સ્કુલોને ચેતવણી આપી છે કે શાળા બોર્ડની પરીક્ષા આપવા માટે યોગ્ય એવા કોઇ પણ વિદ્યાર્થીનું એડમીટ કાર્ડ રોકી શકે નહીં.

કેટલાક કિસ્સામાં શાળાએ પ્રીબોર્ડ પરીક્ષામાં નબળા દેખાવને પગલે તેઓને બોર્ડની પરીક્ષા આપતા રોકવા માટે એડમીટ કાર્ડ આપતી નથી. તો વળી કેટલીક શાળા ફી પણ વસુલ કરે છે.

 

source: sandesh

શિક્ષણ/Education,View : 1157

    Comments

    • Jay Savani17/10/2018ધન રાશિ પરથી છોકરીના નામ આપશો જી...
    • rk king 10/10/2018છોકરી ને નામ કુંભ રાશિમાં થી
    • સિંહ09/10/2018નામ
    • Nuteshrathva09/10/2018ક.ઘ.છ.ક્ષ પરથી છોકરા ના નામ
    • Kunjan patel08/10/2018ધ અને ભ પરથી છોકરા ના નામ આપો
    • Ajit bhai lalgibhai Dhabhi 08/10/2018ડ હ પર નામ આપો છોકરા નુ
    • R.p patel08/10/2018 બ અને વ પરથી છોકરાનું નામ આપો
    • R.b.patel06/10/2018જ થી શરૂ થતુ છોકરા નુ નામ આપો
    • Jayantibhai 06/10/2018ભ અને ધ પરથી નામ આપો
    • Dharmendra 04/10/2018ભ /ધ - ઉપર થી નામ બતાવો
    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • બોલીને જીતનાર કરતાં બોલીને પાયમાલ થનારની સંખ્યા ઘણી મોટી છે.