અક્કલ…..

  • હોઠ સોજી ગયા

    એક દિવસ સન્ટા બન્ટાના ઘરે આવ્યો. તે ભયંકર લાગતો હતો. કારણ કે તેના ચહેરા પર ખુશી હતી પણ તેના હોઠ સોજીને દડા જેવા થઇ ગયા હતા..
    બન્ટાએ આશ્વર્ય સાથે પૂછ્ય,
    ''યાર સન્ટા, આ તારા હોઠને શું થયુ...?''
    .
    .
    સન્ટાએ કહ્ય, ''અરે કાંઇ નહી, એ તો મારી વાઇફ તેના પિયર ગઇ એટલે..''
    બન્ટાને સમજાયુ નહીં તેથી પૂછ્યુ, ''પણ ખુશીથી કાંઇ હોઠ થોડા સોજી જાય, શું થયુ એ તો કહે ?''
    .
    સન્ટાએ કહ્યુ, ''અરે કાંઇ નહી યાર..કાલે હું મારી વાઇફને રેલ્વેસ્ટેશન મુકવા ગયો. ત્યારે ટ્રેનમાં બેસાડીને મારી ખુશી સમાતી ન હતી. તેથી ખુશીમાં મેં ટ્રેનના એન્જીનને ચૂમી લીધુ....!!''

લીલા નિશાન સાથે ખૂલ્યું શેર માર્કેટ, જાણો સેન્સેક્સ અને નિફ્ટીમાં કેટલો થયો વધારો

201828May
લીલા નિશાન સાથે ખૂલ્યું શેર માર્કેટ, જાણો સેન્સેક્સ અને નિફ્ટીમાં કેટલો થયો વધારો

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ગગડતા શેર બજારમાં હાલ તેજી જોવા મળી રહી છે. હાલ મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 104 પોઈન્ટના વધારા સાથે 35029ના સ્તર પર અને નિફ્ટીમાં 50 પોઈન્ટના વધારા સાથે 10654ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. નેશનલ સ્ટૉક એક્સચેંજ પર મિડકેપ ઈન્ડેક્સ 0.62 ટકા અને સ્મોલકેપ 0.51 ટકાના વધારા સાથે જોવા મળી રહ્યો છે.

વૈશ્વિક બજારના હાલ

આંતરરાષ્ટ્રીય બજારમાં નરમાઈના સંકેત મળી રહ્યા છે. જાપાનની નિક્કેઈ 0.02 ટકાના ઘટાડાની સાથે 22445ના સ્તર પર, ચીનના શાંઘાઈ 0.18 ટકાના વધારાની સાથે 3146ના સ્તર પર, હેંગસેંગ 0.58 ટકાના વધારાની સાથે 30765ના સ્તર પર અને તાઈવાન 0.76 ટકાના વધારાની સાથે 2480ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે અમેરિકી બજારમાં પણ ઘટાડો નોંધવામાં આવ્યો છે. મુખ્ય સૂચકાંક ડાઓ જોંસ 0.24 ટકાના ઘટાડાની સાથે 24753 પર અને સ્ટેંડર્ડ એન્ડ યુઅર્સ 0.24 ટકાના ઘટાડાની સાથે 2721 પર બંધ થયો હતો. જ્યારે નેસ્ડેક 0.13 ટકાની તેજીની સાથએ 7433 પર વેપાર કરી બંધ રહ્યો છે.

આઈઓસી ટૉપ ગેનર

નિફ્ટીમાં સમાવેશ થનાર દિગ્ગજ શેયર્સની વાત કરીએ તો 41 લીલા નિશાનમાં અને 9 લાલ નિશાન સાથે વેપાર કરી રહ્યા છે. સૌથી વધારે તેજી આઈઓસી, હિન્દપેટ્રો, બીપીસીએલ, સનફાર્મા અને ગેલના શેયર્સમાં થયો છે. જ્યારે લાલ નિશાનવાળા શેર્સની વાત કરીએ તો ટેક મહિન્દ્રા, જીલ, એચસીએલ ટેક, ટીસીએસ અને ટાટા મોટર્સના શેયર્સ છે.

ધંધો, વ્યવસાય/Business,View : 1267

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી એમ જ્ઞાન હોવાથી સંસાર માં ભૂલા પડતું નથી.